- દિવાળીના તહેવારોમાં ભાવનગરમાં આગના બનાવ
- કાળીચૌદશ અન દિવાળીએ કુલ 9 બનાવ સામે આવ્યાં
- કચરાના ઢગ અને ઘાસમાં આગ લાગી, કોઇ દાઝ્યું નથી
ભાવનગરઃ િવાળીમાં ફટાકડા વગર રોશનીનું પર્વ ઉજવાતું નથી. નાના અને મોટા સૌ કોઈ ફટાકડા ફોડતાં હોય છે. પરંતુ આ વર્ષની દિવાળીમાં ફટાકડાનું વેચાણ ઓછું થયું અને ફટાકડા પણ ઓછા ફૂટતા આગ ( Fire ) લાગવાના બનાવોનું પ્રમાણ પણ ઘટ્યું છે. આગના બનાવ બન્યાં પણ દાઝવાના કિસ્સાઓ બન્યાં નથી.
ફટાકડાઓની ખરીદી જ ઓછી રહી
ભાવનગર શહેરમા દિવાળી નિમિતે ફટાકડાનું વેેચાણ ઓછું થયું છે.કોઇ વિસ્તારમાં ખૂબ ફટાકડાઓ ફૂટ્યાં તો ક્યાંક ખૂબ ઓછા ફટાકડાઓ ફૂટ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગમાં આગ ( Fire ) લાગવાના કિસ્સાઓ સામાન્ય નોંધાયા છે, પણ દાઝવાના કોઈ કિસ્સાઓ સામે આવ્યા નથી. ફટાકડાઓ ખરીદી ઓછી થઈ છે તેમાં ફટાકડાના ભાવમાં વધારો પણ કારણભૂત હોવાનું ચર્ચાય છે. ભાવનગર સર ટી હોસ્પિટલ ચોકીએ પણ દાઝવાના કેસ ન હોવાનું જાણવા મળે છે.
આગના સામાન્ય બનાવની વિગત
ભાવનગર શહેરમાં બે દિવસમાં આગના ( Fire ) કુલ 9 કિસ્સાઓ સામાન્ય રહ્યા છે. ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યા મુજબ જોઈએ તો 3 તારીખના રોજ બે બનાવો બન્યાં હતાં. આ બનાવમાં એક રાત્રે 8 કલાકે વાઘાવાડી રોડ,સર્કિટ હાઉસ પાસે ઓમ પાર્કની બાજુમાં ખુલ્લી જગ્યામાં આગ લાગી હતી. જ્યારે બીજો બનાવ રાત્રીના 12 કલાકે વિદ્યાનગર પાસે આવેલા સરકારી ક્વાર્ટરમાં ત્રીજા માળે છાપરામાં આગ લાગી હતી જે સામાન્ય હતી.
આગના બનાવના સ્થળ
ભાવનગરમાં તારીખ 4 એટલે દિવાળી જ્યારે લોકો ફટાકડા ફોડી આનંદ મેળવે છે, આ દિવસે આગના ( Fire ) બનાવ જોઈએ તો આગ નમ્બર 1 - નારી રોડ સોલીડવેસ્ટ કચરાના પ્લાન્ટમાં આગ, બપોરે 2.20 કલાકે કારણ અકબંધ. 2. આંબાવાડી સ્વસ્તિક સોસાયટીમાં યુનિયન બેન્ક વાળા ખાંચામાં રાત્રે 9 કલાકે ખુલ્લામાં કચરામાં આગ લાગી હતી. 3. કાળિયાબીડમાં શક્તિબાગ પાસે ખુલ્લામાં કચરામાં આગ લાગી હતી. 4. ભરતનગરમાં શાકમાર્કેટમાં રાત્રે 9.50 કલાકે ખુલ્લા આગ લાગી હતી. 5 લખુભા હોલ પાસે કાળિયાબીડ ખુલ્લામાં રાત્રે 10.15 કલાકે આગ લાગી હતી. 6. વિદ્યાનગરમાં શ્યામલ ફ્લેટ પાસે રાત્રે 10.20 કલાકે એક ઝાડ સળગી ગયું હતું. 7. વિજયરાજનગરમાં ગેસ લાઇન રાત્રે 10.30 કલાકે લીક થઈ હતી.
આમ દિવાળીના દિવસે કુલ સાત જેટલા આગના ( Fire ) બનાવ બન્યાં હતાં જેમાં ક્યાંકને ક્યાંક પરોક્ષ કે પ્રત્યક્ષ ફટાકડાઓ કારણભૂત માનવામાં આવે છે. જો કે દરેક બનાવમાં કારણ રજૂ કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો
આ પણ વાંચોઃ દિવાળી પહેલા જ આગના બનાવો: સાબરકાંઠાનાં ઇડરમાં ફટાકડા મારફટ ગાડીમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો