ETV Bharat / city

જૂનાગઢ ACBના PI કેવી રીતે ફસાયા અમદાવાદ ACBના સકંજામાં? વાંચો આ અહેવાલ... - જૂનાગઢ ACB

અમદાવાદ: ACBના ઈતિહાસમાં પહેલી વાર ACBએ જ ACBના PIને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે. જુનાગઢના ACBના PI ડી. ડી. ચાવડા સનાથલ સર્કલ પાસે 18 લાખની લાંચ લેવા આવેલા PIને અમદાવાદ ACBએ રંગે હાથે ઝડપી લીધો હતો. અમદાવાદ ACBએ આરોપી PIની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

junagadh acb pi arrested by Ahmadabad acb
junagadh acb pi arrested by Ahmadabad acb
author img

By

Published : Dec 26, 2019, 4:53 AM IST

અમદાવાદ ACBની ટીમે ACBના જૂનાગઢ PIની ધરપકડ કરી છે. લોકોને લાંચ લેતા પકડવા જતા, PI હવે પોતે જ ઝડપાઈ ગયા છે, એ પણ 18 લાખની લાંચ સાથે. નિવૃત થયેલા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવ સહ સંયુક્ત, પશુ પાલન નિયામક અધિકારી સમક્ષ લાંચની માંગણીને લઈ ફરિયાદ કરવા ગયા હતા.

જૂનાગઢ ACBના PI કેવી રીતે ફસાયા અમદાવાદ ACBના સકંજામાં? વાંચો આ અહેવાલ...

ACBના અધિકારીઓને ખ્યાલ આવ્યો કે, આરોપી પોતે ACBના અધિકારી છે, તો એક સ્પેશિયલ ટીમ બનાવી ટ્રેપનું પ્લાન બનાવવામાં આવ્યુ. આરોપી ડી. ડી. ચાવડા ACBના એક કેસના કામથી અમદાવાદ આવ્યા હતા. પરંતુ મંગળવારે PIએ ફરિયાદીને 18 લાખ લઈ સનાથલ પાસે બોલાવેલા અને એવું પણ જણાવ્યું હતું કે, પ્રસાદીની નીચે અલગથી ખોખુ લેતા આવજો. આમ તો આરોપીએ 20 લાખની માંગણી કરી હતી, પરંતુ છેલ્લે 18 લાખમાં પર બંન્ને પક્ષ સહમત થયા હતા.

મળેલી વિગતો અનુસાર વર્ષ 2015-16માં જુનાગઢ જિલ્લામાં આવેલા માળીયા હાટી તાલુકાના પાતળા ગામની ગૌચર સુધારણાની કામગીરી કરી હતી, જેમાં કુલ 20 હેકટર જમીન પૈકી 18.86 હેકટર જમીનની ગૌચર સુધારણાની કામગીરી પુરી થઈ હતી. આ કામગિરીમાં સત્તાનો દુરપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ACB જુનાગઢમાં આ મામલે 2018માં ફરિયાદ થતા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં ફરીદા લીંગારી-સરપંચ, જુસબ લીંગારી-પુર્વ સરપંચ, હેમરાજ પટણી-તલાટી કમ મંત્રી, ભીજશી લુણી, જીવા કરમટા અને પીઠા ચાવડા સામે ગુનો દાખલ કરી, તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આરોપી PIએ ACBના ફરિયાદીને ફોન કરી જણાવેલ કે, આ કેસમાં તમારી પાસેથી માહિતી લેવી છે. જો તમે મને રૂપિયા આપશો તો તમને સાક્ષી બનાવી દઈશ. કારણ કે, આ સિવાય પોરબંદરમાં પણ આવા કેસ દાખલ થયેલા છે. જેમાં તમને ફાયદો થશે. ACBના ફરિયાદી જેતે સમય વિભાગના અધિકારી હતા. જેથી તેમની સામે કાર્યવાહી ન થાય તે માટે આરોપી PI રૂપિયા માંગ્યા હતા. PI ડી. ડી. ચાવડા પાસે આ સિવાય અન્ય 3 અરજીઓની તપાસ હતી.

નોંધનીય છે કે, ACBએ હાલ PIના મિલકત સંબંધી દસ્તોવેજો અને સોનાની ખરીદીના બીલો કબ્જે કર્યા છે. બેંકની માહિતી સિવાય અન્ય માહિતી માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે વધુ તપાસ દરમિયાન અન્ય મહત્વના ખુલાસા થઈ શકે છે.

Intro:અમદાવાદ: ACB ના ઈતિહાસમાં પહેલી વાર ACBએ ACB નાજ પીઆઈને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે..જુનાગઢના ACBના પીઆઈ ડીડી ચાવડા સનાથલ પાસે 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા.ACBએ આરોપી પીઆઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે.

Body:ACB ની ગિરફતમાં આવેલ આ અધિકારી પોતે એક ACBના અધિકારી છે પરંતુ લોકોને પકડતા હવે પોતે જ ઝડપાઈ ગયા અને એ પણ 18 લાખની લાંચ સાથે.. નિવૃત થયેલા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવ સહ સંયુક્ત,પશુ પાલન નિયામક અધિકારી એસીબી સમક્ષ લાંચની માંગણીને લઈ ફરિયાદ કરવા ગયા અને જ્યારે ACBના અધિકારીઓને ખ્યાલ આવ્યો કે આરોપી પોતે ACBના અધિકારી છે તો એક સ્પેશિયલ ટીમ બનાવી ટ્રેપનુ પ્લાન બનાવવામાં આવ્યુ.આરોપી ડીડી ચાવડા ACBના એક કેસના કામ થી અમદાવાદ આવ્યા હતા અને અહીંયા રોકાઈ ગયા હતા...... પરંતુ મંગળવારે ફરી પીઆઈ ફરિયાદીને 18 લાખ લઈ સનાથલ પાસે બોલાવેલ અને એ પણ જણાવેલ કે પ્રસાદી ની નીચે અલગથી ખોખુ લેતા આવજો.આમ તો આરોપીએ 20 લાખની માંગણી કરી હતી પરંતુ છેલ્લે 18 લાખમાં વાત ફાઈનલ થઈ હતી.

મળતી માહિતી અનુસાર વર્ષ 2015-16માં જુનાગઢ જીલ્લામાં આવેલ માળીયા હાટી તાલુકાના પાતળા ગામની ગૌચર સુધારણાની કામગિરી હાથ ધરાયેલ છે,જેમાં કુલ 20 હેકટર જમીન પૈકી 18.86 હેકટર જમીનની ગૌચર સુધારણાની કામગિરી પુરી થઈ હતી.આ કામગિરીમાં સત્તાનો દુરપયોગ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી અને એસીબી જુનાગઢમાં આ મામલે 2018માં ફરિયાદ થતા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી..આ આરોપીઓમાં ફરીદા લીંગારી-સરપંચ,જુસબ લીંગારી-પુર્વ સરપંચ,હેમરાજ પટણી-ત.ક.મંત્રી,ભીજશી લુણી,જીવા કરમટા અને પીઠા ચાવડા સામે ગુનો દાખલ થઈ તેમની ધરપકડ કરવામાં આવી હતી.આ મામલે આરોપી પીઆઈએ ACB ના ફરિયાદીને ફોન કરી જણાવેલ કે આ કેસમાં તમારી પાસેથી માહિતી લેવી છે અને જો તમે મને રુપિયા આપશો તો તમને સાક્ષી બનાવી દઈશ. કારણ કે આ સિવાય પોરબંદરમાં પણ આવા કેસ દાખલ થયેલા છે અને જેમાં તમને ફાયદો થશે.ACB ના ફરિયાદી જેતે સમય વિભાગના અધિકારી હતા જેથી તેમની સામે કાર્યવાહી ના થાય તે માટે આરોપી પીઆઈ રુપિયા માંગી રહ્યા હતા......નોંધનીય છે કે પીઆઈ ડીડી ચાવડા પાસે આ સિવાય અન્ય 3 અરજીઓની તપાસ પણ હતી.

નોંધનીય છે કે ACB એ હાલ પીઆઈના મિલકત સંબંધી દસ્તોવેજો અને સોનાની ખરીદીના બીલો કબ્જે કર્યા છે ત્યારે બેંકની માહિતી સિવાય અન્ય માહિતી માટે કાર્યવાહી શરુ કરી છે..ત્યારે વધુ તપાસ દરમ્યાન અન્ય ખુલાસા બહાર આવી શકે છે.

બાઈટ : ભારતી પંડ્યા - મદદનીશ નિયામક, ACB ગુજરાતConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.