ETV Bharat / city

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા - 49 out of 77 accused convicted

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ 2008 (Judgment of the serial bomb blast) મામલે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 77માંથી કુલ 28 આરોપીઓને નિર્દોષ અને 49ને દોષી જાહેર કર્યા છે.

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા

author img

By

Published : Feb 8, 2022, 10:54 AM IST

Updated : Feb 8, 2022, 5:10 PM IST

અમદાવાદ: અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ 2008 મામલે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો (judgment of the serial bomb blast) સંભળાવ્યો છે. જજ એ.આર.પટેલે આ ચુકાદો સંભળાવ્યો છે. જેમાં પુરાવાના અભાવે કોર્ટે 77માંથી કુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. તો 49 દોષી જાહેર (49 out of 77 accused convicted) થતાં તમામ આરોપીઓનો કોવિડ ટેસ્ટ કરીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી સજા ફરમાવવામાં આવશે. આ કેસના મુખ્ય સરકારી વકીલે જણાવ્યું કે, 2008થી અત્યાર સુધી અનેક વિગતો તપાસમાં બહાર આવી છે તથા આ મામલે જુદી જુદી 500થી વધુ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેને તમામ ગુનાઓનો અભ્યાસ કરીને એક ચાર્જશીટ તરીકે તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

અમદાવાદમાં 2008માં થયેલાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનો આજે ઐતિહાસિક ચુકાદો

આ કેસના આરોપીઓ પર કઈ કલમો લાગી

  • 120 બી- પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મેળાપીપણું કરી કાવતરું રચવુ
  • 121 (એ) 124 (એ) સરકાર વિરુદ્ધ યુધ્ધ છેડી તથા સરકાર વિરુધ્ધ ગુનાહિત બળ વાપરવુ- રાજદ્રોહ
  • 153 (એ) બે કોમ વચ્ચે કોમી વેમનસ્ય ઉભુ કરવું
  • 302, 307, 326 435,436,427 મુજબની કલમો
  • 465 468,471- ઓળખ છુપાવીને ખોટા રેકર્ડ ઉભા કરવા
  • 10,13,16 (1)(એ) (બી) 18,20,23, 38,39 ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એક્ટની કલમ
  • વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1883- 3,4,5,6 મુજબના ગુના
  • ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ કલમ 3(1) 3 (2) 4 મૂજબ ગુના
    અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો

આ પણ વાંચો: Ahmedabad Serial Blast : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આજે કોર્ટમાં ચુકાદો

બાર સાક્ષીઓએ પોતાના નિવેદન બદલ્યા હતા

સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું કે, સિરિયલ બ્લાસ્ટ (bomb blast ahmedabad) મામલે 2008થી અત્યાર સુધી તપાસમાં કુલ 1163 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જે પૈકી માત્ર બાર સાક્ષીઓએ પોતાના નિવેદન બદલ્યા હતા. આ ઉપરાંત આ કેસમાં ખાસ ચાર જેટલા સરકારી વકીલ હતા. જેમાં આરોપીઓને સાબરમતી જેલમાં રાખ્યા હતા. તે દરમિયાન આ કામના આરોપીઓની બેરેક પાસેથી વર્ષ 2013માં સુરંગકાંડ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આ બેરેકમાં રાખેલા આરોપીઓની બેરેકમાંથી જ સુરંગ તૈયાર કરવામાં આવી હતી. ત્યારે આશરે 14 વર્ષ પછી 2008માં અમદાવાદ-સુરતમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ ટૂંક સમયમાં ચુકાદો સંભળાવી શકે છે.

આ પણ વાંચો: Haiti Oil Tanker Accident: હૈતીમાં ઇંધણ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 75 લોકોના થયા મોત

બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાઈદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી

વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી (judgment of the serial bomb blast) અમદાવાદની ધરા ધ્રુજી ઉઠી હતી. શહેરમાં લગભગ 20 જેટલા સ્થળો પર એક પછી એક શ્રેણીબદ્ધ ધડકાઓ સાથે અમદાવાદ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. સમગ્ર બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાઈદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી. વર્ષ 2002માં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે થઈને આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં મહત્વની બાબત એ સામે આવી હતી કે, પહેલી વખત ઇન્ડીયન મુજાઇદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું અને આ મોડ્યુઅલ સામે આવતાની સાથે જ ખાસ ચુનંદા અધિકારીઓની ટીમ તાત્કાલિક બનાવવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપી દેવામાં આવી હતી.

અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ

અમદાવાદમાં 20 સ્થળોએ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે 244 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમજ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે. આ ઉપરાંત રાજ્યની અન્ય જેલોમાં બંધ યાસીન ભટકલ તેમજ અન્ય આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે તપાસ એજન્સી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરાયો છે. એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે.

કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો

26 july 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હજુ આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે. 2008ના સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે. તેમની સામેનો કેસ હજુ ઓપન થયો નથી.

આરોપીઓએ સુરંગ ખોદીને ભાગી જવાનો કર્યો હતો પ્રયાસ

આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ.એમ ધ્રુવ, અમિત પટેલ અને મિતેષ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ સામેલ રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.

Last Updated : Feb 8, 2022, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.