ETV Bharat / city

જયશ્રીબહેને સાર્થક કરી બતાવ્યું કે ભણવાની કોઈ ઉંમર નથી હોતી - અમદાવાદ ન્યૂઝ

ગુજરાત યુનિવર્સિટીનો 69માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સમારોહમાં 56 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં 151 વિદ્યાર્થીઓને 275 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અલગ-અલગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

ભણવાની કોઈ ઉંમર નથી તેને જયશ્રીબહેને સાર્થક કરી બતાવ્યું

author img

By

Published : Mar 14, 2021, 5:37 PM IST

  • ભણવાની કોઈ ઉંમર નથી તેને જયશ્રીબહેને સાર્થક કરી બતાવ્યું
  • 70 વર્ષના જીવનકાળ દરમિયાન 21 વર્ષ અભ્યાસ પાછળ ખર્ચ્યા
  • જયશ્રીબહેને 70 વર્ષે સંસ્કૃત વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો 69માં પદવીદાન સમારોહમાં જયશ્રીબહેને જણાવ્યું કે, મારી ગ્રાન્ડ ડોટર ધોરણ-10માં અભ્યાસ કરે છે. અમે બંને અભ્યાસ માટે સાથે વાંચવા બેસતા હતા. મને અભ્યાસમાં નાનપણથી રુચિ છે. મારા 70 વર્ષના જીવનકાળ દરમિયાન 21 વર્ષ મેં અભ્યાસ પાછળ ખર્ચ્યા છે. 1973માં બી.એસ.સી. કર્યુ હતું. 33 વર્ષ શિક્ષક તરીકે જૉબ કરી અને છેલ્લે તેઓ કલોલની શાળામાં પ્રિન્સીપાલ તરીકે રિટાયર્ડ થયા હતા. 21 વર્ષના અભ્યાસ દરમિયાન તેઓએ કોમ્પ્યુટરના અને આંબેડકર યુનિવર્સિટીમાં ચાલતા કોર્સ પણ કર્યા છે.

આ પણ વાંંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા

આઈ.એ.એસ. બનવાની ઈચ્છા: રાધી હિમાંશી

દિવ્યાંગ વિદ્યાર્થિની રાધી હિમાંશીએ ઇંગ્લિશ લિટરેચર વિથ બી.એ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પોતે આંખે દેખી ન શકતી હોવાથી તેની ફ્રેન્ડ તેની માટે વાંચન કરતી હતી. હિમાંશીએ પોતાની સફળતા માટે પોતાના પરિવારને અને તેની મિત્રને શ્રેય આપ્યો છે. આ ઉપરાંત પરિવારમાં દાદી તેમજ માસી, માસા, અને નાની બહેન પણ દિવ્યાંગ છે. પરિવારના સભ્યો હિમાંશીના અભ્યાસ માટે અડધી રાત્રે પણ ઉઠીને વાંચન કરતા હતા, ત્યારે તેને આગળ આઈ.એ.એસ. બનવાની ઈચ્છા છે.

આ પણ વાંંચો: ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા 13 ફેબ્રુઆરીથી યોજાશે

આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને કર્યું સંબોધન

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માતા-પિતાની સાર સંભાળ રાખવા પર વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. જ્યારે આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટી અભ્યાસમાં દેશની પ્રથમ યુનિવર્સિટી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.