અમદાવાદઃ ગુજરાતની રાજનીતિમાં સમયાંતરે રાજકીય પરિવર્તન જોવા મળે છે. ગુજરાતની રાજનીતિમાં કદાવર નેતા તરીકે ગણ્યાંગાંઠ્યાં લોકોની ગણતરી થતી હોય છે. તેમાં ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું નામ પણ મોખરે હોય છે. પરંતુ હવે ફરી એકવાર શંકરસિંહ વાઘેલા બાપુ પોતાની રાજકીય પીચ મજબૂત કરી શક્યાં નથી. ભાજપ અને કોંગ્રેસ બાદ એનસીપીમાં જોડાનાર બાપુને અહીં પણ કડવો અનુભવ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.
ગુજરાત એનસીપીના નવા પ્રમુખપદે જયંત બોસ્કીની વરણી કરવામાં આવતા અનેક તર્કવિતર્કો સર્જાયાં છે. જેને લઇ જયંત બોક્સી એ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. તેમની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક બદલાવની જરૂર છે સાથે જ વર્તમાન પરિસ્થિતિને આધીન ગુજરાતમાં કોરોનાવાઈરસની મહામારી વચ્ચે અનેક ગરીબ અને મધ્યમ પરિવારો સંકટમાં મુકાયેલા છે. એવામાં રાજ્ય સરકાર તેમની વીજળી બિલ, પાણી વેરો, મિલકત વેરો તેમજ શાળા અને કોલેજની ફી માફી કરે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતની પરિસ્થિતિને લઈ સમીક્ષા બેઠક કરવી જોઈએ. જેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવામાં પણ આર્થિક રીતે સક્ષમ નથી તેવા લોકોની યોગ્ય રીતે મદદ કરવી ખૂબજ જરૂરી બની છે.
જોકે જયંત બોસ્કીએ આડકતરી રીતે શંકરસિંહ વાઘેલા ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે, બાપુને દિગ્ગજ નેતા ગણાવ્યાં છે પરંતુ તેમના કામોને ધ્યાનમાં રાખી કદાચ પાર્ટીએ આ નિર્ણય લીધો હોઈ શકે છે. તો બીજી તરફ રાજકીય વિશ્લેષકો જણાવે છે કે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકીય કોરાણે મુકાયાં છે તેની પાછળ તેમનો પોતાનો સ્વાર્થ છે. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ એનસીપીનો છેડો પકડનાર શંકરસિંહ વાઘેલા હંમેશા પાર્ટીથી અળગાં રહ્યાં હતાં. લૉકડાઉન હોય કે પછી અન્ય કોઈપણ કાર્યક્રમ તેઓ હંમેશા માટે પૂર્વ મુખ્યપ્રધાન તરીકે ઓળખાવતાં રહ્યાં છે. તેમના નજીકના લોકો પણ માને છે કે બાપુએ એનસીપીના નામે એક પણ જાહેર કાર્યક્રમ ન આપી મનોમન પાર્ટી સાથે ચાલ્યાં નથી. હવે એકાએક પાર્ટી પ્રમુખ તરીકે પક્ષે તેઓને દૂર કરી શંકરસિંહ વાઘેલાને એક સંકેત આપ્યો હોય તેવું મનાઇ રહ્યું છે.
ગુજરાત NCPના નવા પ્રમુખ બન્યાં જયંત પટેલ, આજથી વિધિવત સંભાળ્યો ચાર્જ
ગુજરાત રાજ્યમાં NCP પાર્ટીમાં પ્રમુખ તરીકે જયંત પટેલ ( બોસ્કી)એ ચાર્જ સાંભળ્યો છે. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી તેમણે લાઈટ બિલ સહિત અન્ય વસ્તુઓમાં ફી માફી અંગે રજૂઆત કરી હતી.