ETV Bharat / city

જૈન સમાજની ઓળખ અંગે કરવામાં આવ્યો નિર્ણય, આ નામે બોલાવવામાં આવશે.... - Ahmedabad Jain Sangathan

અમદાવાદમાં રાષ્ટ્રીય જૈન એકતા સંગઠન સંમેલનનું (Ahmedabad Jain Sangathan) આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સમાજ કેવી રીતે આગળ આવે તેના માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જૈન સમાજના લોકોને કોઈ ઓળખ પૂછે તો શું (Jain Ekta Sangathan 2022) કહેવાનું તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Ahmedabad Jain Sangathan : જૈન સમાજના લોકોને કોઈ ઓળખ પૂછે તો શું કહેવાનું જૂઓ...

author img

By

Published : May 16, 2022, 2:20 PM IST

અમદાવાદ : આપણા દેશમાં વિવિધ ભાષા, ખાણીપીણી, સંસ્કૃતિ તેમજ અલગ અલગ ધર્મ સાથે નાત-જાત છે. જેમાં દરેક સમાજ અથવા ધર્મ માટે લોકો પોતાની અલગ ઓળખ રાખવાની મહેનત કરતા હોય છે, ત્યારે અમદાવાદના પાલડી પાસે આવેલા ટાગોર હોલ ખાતે પ્રથમ વાર રાષ્ટ્રીય જૈન એકતા સંગઠન મીટીંગનું (Ahmedabad Jain Sangathan) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ વ્યક્તિ ઓળખ પૂછે તો સ્થાનકવાસી કે દેરાસરવાસી નહિ પણ જૈનવાસી બોલવું તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad Ekta Rally : અમદાવાદમાં સર્વધર્મની રેલીએ વિશ્વને આપ્યો એકતાનો સંદેશો

"એક દેરાસર ઓછું બનાવશો તો ચાલશે પણ સ્કૂલ બનાવો" - અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતુ કે, જૈન સમાજ દાન ખૂબ જ મોટા (Jain Ekta Sangathan 2022) પ્રમાણમાં આપે છે. પરંતુ, આજ સમય એવો છે કે, આપણે એક જૈન દેરાસર ઓછું બનાવીશું તો ચાલશે. પણ શાળા, કોલેજ બનાવીશું તો આપણા સમાજનો છોકરો સારો અભ્યાસ કરી IAS કે IPS બનશે. સાથે પોતાનું ભવિષ્ય અને સમાજનું નામ રોશન કરશે. વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક આંદોલન થયા તે આંદોલન થકી એટલું જ સમજ્યા છે. હવે એક થવાની ખૂબ જરૂરી છે. જો એક નહિ થાય તો ક્યા ખોવાઈ જશો તે ખબર પણ નહી પડે. જેના આપણે બધાએ એક થવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ગુજરાતનો ખેડૂત સમાજ નારાજ, વડાપ્રધાનને લેખિતમાં જાણ કરી

મુખ્ય ઉદ્દેશ ચાર ફિરકાઓ એક કરવાનો - જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના સંજય શાહે જણાવ્યું કે, આ જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન (Jain Community Convention Organizing) બનાવમાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ દેરાસરવાસી, સ્થાનકવાસી, દિગમ્બરવાસી તેરાપંથી જે ચાર ફિરકાઓ છે. તેમને એક બનાવીને જૈન સમાજ બનવાનો છે. સમાજ ચાલતી સમસ્યા સાથે રહીને નિરાકરણ લાવવામાં આવશે. હાલના સમયમાં જે જૈન સમાજમાં સમસ્યાઓ ચાલી રહી છે. તેમાં સમાજના લોકો સાથે રહીને તેનું નિરાકરણ લાવવું જેમાં સમાજના લોકોને લઘુમતી હક સરકાર દ્વારા આપવાનો છે. આ સંગઠન પ્રથમવાર અમદાવાદમાં રાખવામાં આવ્યું છે. આગામી સમય રાજ્યના અને દેશના અનેક શહેરોમાં રાખવામાં આવશે. હાલ આ સંગઠન દેશભરમાંથી જૈન સમાજના (Jain Community in Gujarat) લગભગ 3.50 લાખ જેટલા સભ્યો આ સંગઠનમાં જોડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.