અમદાવાદ : થોડાક દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (Controversial statement made by CR Patil) કૃષ્ણ અને સુભદ્રાને પતિ- પત્નિ સાથે સરખાવ્યા હતા. તે મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરે (Jagdish Thakor Statement) સી.આર.પાટીલ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, તમે જેના વિશે બોલતા હોય તેનું જ્ઞાન હોવું જરૂરી છે. જેના વિશે જ્ઞાન હોય તેના પર વાત કરો તો સારુ લાગશે. હિન્દુ ધર્મના ઠેકેદારો બનનારા સગા ભાઇ- બહેનને પતિ-પત્નિ કહી રહ્યા છે અને ભુલ સુધારીને માંફી માંગતા નથી, આજ તેમનો અહંકાર દેખાઇ આવે છે. આ લોકોએ ધાર્મિક વાતાવરણ બગાડી સત્તા પર બેસ્યા છે.
ભાજપ સરકાર રાજ્યમાં હિંસા ફેલાવે છે : કોંગ્રેસે રાજ્યમાં થયેલી હિંસા મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, ભાજપ સરકાર જ્યારે વહિવટ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે સરકાર હિંસા ફેલાવે છે. તે બનાવ હિંમતનગર હોય કે પછી ખંભાતના બનાવો હોય. જ્યારે વડાપ્રધાનની રેલીમાં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે રાતોરાત કોગ્રેસના કાર્યકર્તાને પકડીને નજર કેદ કરવામાં આવે છે. તો રામનવમી જેવા પવિત્ર તહેવારે તમારુ પોલીસ તંત્ર કેમ ઘોર નિદ્રાંમાં હતુ.આ બનાવમાં અફધાનિસ્તાન અને પાકિસ્તાનનુ કનેક્શન પકડાયાતો તમારી ટેક્નોલોજી ક્યાં ગઇ હતી. તો કેમ પહેલાં પકડી ના શક્યા.સાથે સાથે સરકારને અપીલ પણ કરવામાં આવી હતી કે રાજ્યમાં હિંસા ફેલાવાનું કામ કરે છે.તે લોકોને જલદીથી ધરપકડ કરવી જોઇએ.