- અમદાવાદ જગતના નાથ નગર યાત્રાએ
- પોલીસે રુટ પર ગોઠવ્યો છે ચાંપતો બંદોબસ્ત
- દરિયાપુરમાં BSF, RAFની ટુકડીઓ તૈનાત
અમદાવાદ:જગતના નાથની નગરયાત્રા સૈન્યથી સજ્જ થઈ નગરયાત્રાએ નીકળી રહી છે. જગન્નાથજીની મંદિરથી શરૂ થઇ શહેરના નિયત રુટ પર ફરી રહી છે. હાલ મોસાળમાં મામેરું પૂર્ણ કરી થોડીવારમાં જગતના નાથ દરીયાપુરમાં પહોંચશે. જે પહેલા દરિયાપુર દરવાજાથી લઈ સમગ્ર દરિયાપુરમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.
પોલીસ દરિયાપુરમાં તંબુ ચોકી ગોઠવ્યો બંદોબસ્ત
જગન્નાથજીની રથયાત્રા થોડીવારમાં અમદાવાદ શહેરના દરિયાપુરમાં પ્રવેશ કરશે જેને લઈ સમગ્ર દરિયાપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
કરફ્યુનું પાલન
પોલીસ દ્વારા કરફ્યુ લાદવામાં આવ્યું છે અને પ્રજાને અપિલ કરવામાં આવી છે કે ઘરે રહીને ટીવીના માધ્યમથી રથયાત્રા તથા ભગવાાના દર્શન કરે. આ અંગે જનતાનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પણ વાંચો : સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે : પ્રદીપસિંહ જાડેજા