ETV Bharat / city

Jagannath Temple Trust Land dispute: ચેરિટી કમિશનરે પક્ષકાર તરીકે જોડાવા માટે કરી હાઇકોર્ટમાં અરજી - જાહેર મિલકત સાથે છેતરપિંડી

અમદાવાદ હાઇકોર્ટમાં(Ahmedabad high Court ) જગન્નાથ મંદિરના ટ્રસ્ટ અને મહંત નરસિંહજી ગૌસેવા ટ્રસ્ટ પાસેના જમીન વિવાદમાં(Case in land dispute ) કેસમાં ચેરીટી કમિશનરે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની સામે બિલ્ડરેએ બિલકુલ અયોગ્ય રજૂઆત છે, તેમ કહ્યું હતું.

Jagannath Temple Trust Land dispute: ચેરિટી કમિશનરે પક્ષકાર તરીકે જોડાવા માટે કરી હાઇકોર્ટમાં અરજી

author img

By

Published : Jul 1, 2022, 9:13 PM IST

અમદાવાદ: શહેરના સુપ્રસિદ્ધ એવા જગન્નાથ મંદિરના ટ્રસ્ટ(Jagannath Temple Trust ) અને મહંત નરસિંહજી ગૌસેવા ટ્રસ્ટ પાસે રહેલી જમીનના વિવાદમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ જમીનના વિવાદમાં કેસમાં(Case in land dispute) હવે ચેરીટી કમિશનરે હાઇકોર્ટમાં(Ahmedabad high Court ) અરજી કરી છે કે, તેમને પણ આ કેસમાં પક્ષકાર તરીકે જોડવામાં આવે. તેના સામે અરજદાર બિલ્ડરે વાંધો ઉઠાવ્યો છે. બિલકુલ અયોગ્ય છે એવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Petition in Gujarat High Court : દેવ કોમ્પલેકસની આગ મુદ્દે અરજી, શી છે રજૂઆતો જાણો

કેસની વિગત - સમગ્ર કેસની વિગતો જોઈએ તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને મહંત નરસિંહજીને કેટલાક ચોક્કસ સમય માટે જમીન ભાડાપટ્ટે આપેલી હતી. ટ્રસ્ટે આ જમીનને બિલ્ડરને ભાડા પેટે આપી દેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ જમીન જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બેરામપુરા અને દાણીલીમડામાં રહેલી તેમની જમીન પાસેની કેટલાક બિલ્ડર્સને સોંપી દીધી હતી જેની સામે લોકોએ વાંધો ઉઠાવતા ચેરીટી કમિશનરમાં રજૂઆત કરાઈ હતી.

ટ્રસ્ટીઓ ટ્રસ્ટની મિલકત સાથે રમત રમી રહ્યા છે - કમિશનરે જાન્યુઆરી 2020માં આ જમીન પર બાંધકામ કરવા પર રોક લગાવી દીધી હતી. ડેપ્યુટી ચેરિટી કમિશનરે(Deputy Charity Commissioner) હુકમ કર્યો હતો કે, આ બધી જમીનને રજીસ્ટર કરવામાં આવે. ચેરિટી કમિશનરે એ પણ કહ્યું હતું કે, આ ટ્રસ્ટની જમીન છે અને આને વેચી શકાય નહીં. ટ્રસ્ટીઓ ટ્રસ્ટની મિલકત સાથે રમત રમી રહ્યા છે. જાહેર મિલકત સાથે છેતરપિંડી(Fraud with public property) કરવામાં આવી રહ્યું છે.

હાઇકોર્ટે ચેરીટી કમિશનરના હુકમ સામે સ્ટે આપ્યો - કમિશનરે આ આ હુકમ બહાર પાડ્યો હતો તેથી તેમાં બિલ્ડરે હાઇકોર્ટમાં અરજી કરી હતી. એમાં તેની રજૂઆત હતી કે, આ જમીન હાલ ભાડા પેટે તેની પાસે છે. આ લીઝ તેની પાસે કાયદેસરની છે. તેથી ચેરિટી કમિશનરે તેમને સાંભળ્યા વગર જ આ મુદ્દે સ્ટે આપી દીધો છે. આ રજૂઆત બાદ હાઇકોર્ટે ચેરીટી કમિશનરના હુકમ સામે સ્ટે આપ્યો હતો. આ સમગ્ર મામલે હવે, જમીન કેસમાં ચેરીટી કમિશનરે પક્ષકાર તરીકે જોડવામાં આવે એવી માંગ ઉઠાવતા અરજદાર બિલ્ડરે વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો: માત્ર બે દિવસના નવજાત શિશુની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી, જાણો શું છે સમગ્ર મામલો?

રીટી કમિશનર આ કેસમાં પક્ષકાર બની શકે છે - આ મામલે અરજદારના વકીલ ની રજૂઆત હતી કે, ચેરીટી કમિશનરી પોતે જ હુકમ કર્યો છે અને હવે તેની સામે હાઇકોર્ટમાં અરજી થઈ છે. તેમાં ચેરિટી કમિશનરે તેમના જ હુકમની ડિફેન્ડ કેવી રીતે કરી શકાય જો તેમના જ હુકમને ડિફેન્ડ માટે મંજૂરી અપાવશે તો આ ખૂબ જ ખોટું ઉદાહરણ થશે. જોકે, આ બાબતે રાજ્ય સરકારે રજૂઆત કરેલી કે જે ચેરીટી કમિશનર આ કેસમાં પક્ષકાર બની શકે છે. જોકે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.