ETV Bharat / city

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા મેઘો થયો મહેરબાન - મેઘો થયો મહેરબાન

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પારંપરિક જગન્નાથ રથયાત્રા( 144th Jagannath Rathyatra ) ને ગણતરીના કલાકો બાકી છે, તે પહેલા જ સમગ્ર શહેરમાં મેઘો મહેરબાન થયો છે. અમદાવાદમાં ગાજવીજ અને વીજળીના ( Rain In Ahmedabad ) કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા મેઘો થયો મહેરબાન

author img

By

Published : Jul 11, 2021, 8:58 PM IST

  • અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂઆત
  • વીજળીના કડાકા સાથે સમગ્ર શહેરમાં વરસાદી માહોલ
  • જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા જ મેઘો થયો મહેરબાન

અમદાવાદ : શહેરમાં પારંપરિક જગન્નાથજીની રથયાત્રા( 144th Jagannath Rathyatra )ને લઈ અસમંજસ ચાલી રહી હતી. જેનો 2 દિવસ અગાઉ જ સરકાર દ્વારા રથયાત્રા નીકળવા દેવા માટે સરકાર દ્વાર લીલીઝંડી આપવામાં આવી હતી, પરંતુ જગતનો દેવાધિદેવ નગરચર્યાએ નીકળે તે પહેલા જ મેઘો( Rain In Ahmedabad ) મહેરબાન થયો છે. આ વર્ષે નગરયાત્રા નીકળે તે પહેલા જ મેઘરાજાનું સમગ્ર શહેરમાં રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

ક્યાં વિસ્તારમાં ક્યાં પ્રકારનો વરસાદ

અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ યથાવત છે. શહેરના સેટેલાઇટ, શિવરંજની, એસ.જી.હાઇવે, સોલ, ઘાટલોડિયા, નારણપુરા, વાડજ, કાલુપુર, શાહપુર, મણિનગર, દરિયાપુર, બાપુનગર, ઓઢવ, નિકોલ, ખોખરા સહિત તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ યથાવત છે. વીજળીના કડાકા ભડાકા સાથે ચાલી રહેલા વરસાદથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા AMCની પ્રિમોન્સૂ કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે.

આ પણ વાંચો: 15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રી- એન્ટ્રી, વાહનો પાણીમાં ડૂબ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.