- ભદ્રકાળી મંદિરમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે મુખ્ય હેતુ
- લોકોને માસ્ક પહેરવાની પણ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે અપીલ
અમદાવાદ: સહિત સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ હાલની પરિસ્થિતિ પ્રમાણે જાળવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. શહેરની ભદ્રકાળી મંદિર પરિસરમાં પણ પ્રવેશ કરતા પહેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું સાથે જ સેનિટાઈઝરનો યોગ્ય ઉપયોગ કરવો અને માસ્ક ફરજિયાત કરવાના નિયમો મંદિર સંચાલકો દ્વારા કરી દેવામાં આવ્યા છે. મંદિર સંચાલકો સાથે થયેલી વાતચીત પ્રમાણે આગામી દિવસોમાં જરૂર લાગશે તો મંદિર બંધ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: વધતાં જતા કોરોના સંક્રમણને કારણે લોકડાઉન અથવા કરફ્યૂ ઉભો થવાની શક્યતાઓ
આ પણ વાંચો: ચેમ્બર ઓફ કોમર્સે લોકડાઉન પર પોતાનો મત રજૂ કર્યો
જરૂર લાગશે તો મંદિર પરિસરને પણ બંધ કરવામાં આવશે
કોરોનાના કેસ રાજ્યમાં સતત વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ નિયંત્રણમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જો જરૂર લાગશે તો મંદિર પરિસરને પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવી શકે તેમ છે.