ETV Bharat / city

મહિલાઓને POSH Act વિશે વ્યાપકપણે માહિતગાર કરવી એ આજના સમયમાં જરુરીઃ IAS ઓફિસર મનીષા ચંદ્રા - international woman day

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની સ્થિતિ-પરિસ્થિતિ, સન્માન-અવમાનની વિષમતાઓ વિશે ખુલીને વાત થઈ રહી છે ત્યારે ETV BHARAT અમદાવાદ બ્યૂરો ઓફિસથી ગુજરાત સરકારના સક્ષમ મહિલા અધિકારી મનીષા ચંદ્રા સાથે વિશેષ મુદ્દે સવિશેષ ચર્ચા કરી હતી. મનીષા ચંદ્રા મહિલા અને બાળવિકાસ કચેરીના નિયામક પદે કાર્યરત છે. ખુદ એક વિશિષ્ટ વ્યક્તિત્વ એવાં મનીષા ચંદ્રાએ વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલ સાથે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ વિશે વિગતવાર વાતચીત કરી હતી. આવો નિહાળીએ આ વિશેષ મુલાકાત.

મહિલાઓને POSH Act વિશે વ્યાપકપણે માહિતગાર કરવી એ આજના સમયમાં જરુરીઃ IAS ઓફિસર મનીષા ચંદ્રા

author img

By

Published : Mar 8, 2021, 5:56 PM IST

  • POSH Actનું અસ્તિત્વ કેટલું કારગર અને તંત્ર તેટલુ સક્રિય? જવાબ જાણો IAS ઓફિસર મનીષા ચંદ્રા સાથેની વાતચીતમાં
  • પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ વિશે વિગતે જાણો
  • કામકાજના સ્થળે મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરે છે આ કાયદો
  • 1911માં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી યુરોપના દેશોમાંથી શરુ થઈ

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મહિલાઓને વ્યાપકપણે સ્પર્શતાં વિવિધ મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી રહી છે. એક સદીથી પણ વધુ સમય થઈ ગયો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરુ થયાને તેમ છતાં મહિલા દિવસે મહિલાઓના કાનૂની અધિકારો અને સુરક્ષાના પ્રશ્નો પ્રસ્તુત જ રહ્યાં છે. 1908માં 15,000 મહિલાઓએ 8 માર્ચના દિવસે કામકાજના કલાકો, પગાર અને મતાધિકારની માગ સાથે ન્યૂયોર્કમાં કૂચ કરી હતી. તેના બીજા વર્ષથી કોપનહેગનમાં મળેલી એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ક્લેરા ઝેટકિન નામનાં સન્નારીએ આ દિવસની ઉજવણીના વિચારનો પાયો નાંખ્યો. જેનો સ્વીકાર થયો હતો અને 1911માં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી યુરોપના દેશોમાંથી શરુ થઈ હતી. જોકે વિશ્વના મોટાભાગના દેશોમાં 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આમ, વ્યવસ્થિત ઉજવણી શરુ થયે 2021નો આ 110મો મહિલા દિવસ ઉજવાયો છે. ETV BHARAT તરફથી પણ મહિલા દિવસ નિમિત્તે વિશેષ કવરેજ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ અધિકારી એવાં મનીષા ચંદ્રા સાથે ખૂબ મહત્ત્વના પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ વિશે વાત કરતાં તેમણે અનેક મુદ્દાઓની સવિસ્તર ચર્ચા કરી હતી.

પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ શું છે?

આ કાયદો કામકાજના સ્થળો પર મહિલાઓને જાતીય અત્યાચારો સામે સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. 23 એપ્રિલ, 2013માં આ કાયદો વિશાખા ગાઈડલાઈન્સને લઇને અસ્તિત્વમાં આવ્યો હતો. કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા માટે આ કાયદા હેઠળ મહિલાઓ સલામતીનો અનુભવ કરી શકે છે. કયા સ્થળો પર, કેવા પ્રકારની હરકતો જાતીય સતામણી ગણવી, તે કઇ વ્યવસ્થા સાથે કામ કરશે, આ પ્રકારના કેસોમાં પ્રમાણિત ઓથોરિટી કોણ હશે, કઇ સમય મર્યાદામાં ફરિયાદ નોંધાવી શકાય છે તેમજ કેસ પુરવાર થાય તો કયા પ્રકારના પગલાં જવાબદાર સામે લેવા ? તે વિશેની ભલામણ આ કાયદાને અનુષંગે કંટ્રોલિંગ ઓફિસરને કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ બનાવી ખાસ પ્રકારની વાનગીઓ

2013થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા કેસ

ગુજરાતમાં પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટનું પાલન કરાવવાની જવાબદારી સરકારી વિભાગો પોતપોતાની રીતે સંભાળે છે એટલે કે કોઇ એકછત્ર ઓથોરિટી નથી. વિભાગોની આંતરિક ફરિયાદ સમિતિ આ પ્રકારના કેસોનું કામકાજ ચલાવી શકે છે. મનીષા ચંદ્રાના જણાવ્યાં પ્રમાણે સરકારી વિભાગોમાં આ કાયદાના અમલ બાદ અત્યાર સુધીમાં કુલ 80 જેટલી ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારના દરેક વિભાગમાં કાર્યસ્થળે આંતરિક ફરિયાદ નિવારણ સમિતિઓ કામ કરે છે તેમાં 4 સભ્યો હોય છે. મનીષા ચંદ્રાના જણાવ્યાં અનુસાર ગુજરાત સરકારના તમામ વિભાગોમાં આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે બિનસરકારી સંસ્થાનોમાં પણ આ પ્રકારની સમિતિઓની રચના કરવી ફરજિયાત હોય છે. જો ન કરે તો 50,000 રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ફ્રીમાં મુસાફરી કરી શકશે મહિલાઓ

POSH એક્ટ હેઠળ લેવાઈ શકે છે આ પગલાં

જ્યારે મહિલાઓની ફરિયાદનું તથ્ય સાબિત થતું હોય ત્યારે આંતરિક સમિતિ દ્વારા સૂચવાયેલાં પગલાંઓ પ્રમાણે સજાની ભલામણ કરવામાં આવતી હોય છે. સમિતિ દ્વારા કાનૂની મદદ સહિતની વિવિધ સ્તરની ભૂમિકાએ પણ કામ કરવામાં આવતું હોય છે. સરકારી કચેરીઓમાં જાતીય સતામણીને મિસ કન્ડ્કટ-ગેરવર્તણૂક ગણીને તે પ્રકારના પગલાં લેવામાં આવે છે. સજાના પગલાંની વાત કરીએ તો બરતરફી, ઇજાફો અટકાવવો જેવા પગલાં લેવાતાં હોય છે. જોકે આ ચર્ચા દરમિયાન સામે આવી રહ્યું છે કે મહિલાઓ સામેની જાતીય હિંસાને ગેરવર્તણૂક-મિસબિહેવના સ્તરની ગણીને કાર્યવાહી કરવામાં આવે છે.

મહિલા દિવસ નિમિત્તે મનીષા ચંદ્રાનો સંદેશ શું છે?

મહિલાઓને આ કાયદા વિશે વ્યાપકપણે માહિતગાર કરવી એ આજના સમયમાં જરુરી છે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારી કે ખાનગી, તમામ સ્થળો પર સહકર્મીઓમાં મહિલાઓની સુરક્ષાનું વાતાવરણ બને તે માટે અવેરનેસ કેળવવી ખૂબ જ જરુરી છે. મનીષા ચંદ્રા કહે છે કે આપણે જે ધારીએ તે કરી શકીએ છીએ. આપણા સામર્થ્યને પીછાણી શકીએ, ઓળખી શકીએ તે જરુરી છે. તેમ જ જ્યારે પણ આ કાયદાને લઇને જરુર જણાય તો મહિલા અને બાળવિકાસ કચેરીની મદદ લઇ શકો છો.

POSH Actનું અસ્તિત્વ કેટલું કારગર અને તંત્ર તેટલુ સક્રિય? જવાબ જાણો IAS ઓફિસર મનીષા ચંદ્રા સાથેની વાતચીતમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.