અમદાવાદ : અંગ્રેજીમાં નબળા હોવાના કારણે અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓ (Engineering Course in Gujarati) માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નવી એજ્યુકેશન પોલિસી હેઠળ GTUમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષથી GTUમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ (GTU Engineering Course) માટે એડમિશન પણ આપવામાં આવશે. એડમિશન પ્રક્રિયા ACPC દ્વારા કરવામાં આવશે, જ્યારે 120 સીટને હાલમાં મંજૂરી મળી છે. જેથી 120 સીટ ઉપર જ એડમિશન આપવામાં આવશે.
આ પણ વાંચો : આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ નિવારવા GTU યોજશે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન
વિદ્યાર્થીઓને રાહત પણ - આ મામલે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, અમે અગાઉ અને કોલેજોને પત્ર લખીને ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરવા માટે અપીલ કરી હતી, પરંતુ કોઈએ શરૂ ના કરી જેથી અમે જ અમારી મહેસાણાની કોલેજમાં (Engineering Course in Gujarati) 120 સીટો પર શરૂ કર્યું છે, ત્યારે ગામડાના અનેક વિદ્યાર્થીઓ અંગ્રેજીના કારણે એન્જિનિયરિંગ કરી શકતા ન હતા. હેવ ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરી શકશે, ત્યારે ગુજરાતીમાં એન્જિનિયરિંગ (Admission to Engineering Courses) કરતા ટોપર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો : GTU શરૂ કરી રહી છે નવો કોર્ષ, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી શકશે ભારતીય સંસ્કૃતિ વિશે
વિદ્યાર્થીઓને માટે વધુ એક તક્ક - ઉલ્લેખનીય છે કે, બધા વિદ્યાર્થીઓનું અંગ્રેજીના સારા નથી હોતું, વાલીઓ આર્થિક રીતે નબળા હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય અંધકાર તરફ લઈ જતા હોય છે. જેને લઈને GTUમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ કોર્સને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજીના કારણે એન્જિનિયરિંગ કરી શકતા ન હતા, ત્યારે હવે ગુજરાતી માધ્યમ એન્જિનિયરિંગ કરવા માંગતા (Engineering Course Admission in Gujarati) વિદ્યાર્થીઓને વધુ એક તક મળશે. જ્યારે 120 સીટને હાલમાં મંજૂરી મળી છે.