ETV Bharat / city

શું HRCT-હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી ખરેખર કોરોના ટેસ્ટ છે? - કોરોના ટેસ્ટ

કોરોના વાઇરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બન્ને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં ઘણાં લોકો રેડિયો ડાયગ્નોસીસ માટેના HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) સીટી સ્કેનને પણ કોરોનાનો ટેસ્ટ માની બેઠા છે જે તદ્દન ખોટુ છે.

શું HRCT-હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી ખરેખર કોરોના ટેસ્ટ છે?

author img

By

Published : Dec 4, 2020, 8:27 PM IST

  • કોવિડ પોઝિટિવના કેસમાં HRCT ટેસ્ટ કરાવાય છે
  • HRCT આ ટેસ્ટ કેટલો સલાહભર્યો
  • શા માટે અને કયારે કરાવાય છે HRCT ટેસ્ટ

અમદાવાદઃ કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે તે વ્યક્તિ દ્વારા અન્ય લોકોને કે પરિવાજનોને સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા દર્દીના ધરને કોરોના સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોય ત્યારે અન્ય વ્યક્તિઓ તેનાથી અંતર જાળવે, આ દર્દી થકી પડોશી કે તેના ઘરના સભ્યોને જ સંક્રમણ ન થાય તેની સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવે છે, પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણાય પરિવારો આ સમગ્ર પ્રક્રિયાથી બચવા પણ HRCT ટેસ્ટ કરાવી રહ્યાં છે જે તબીબી દ્રષ્ટિએ સલાહભર્યુ નથી.

  • શું છે HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી)?

રેડિયો ડાયગ્નોસીસમાં HRCTનો ઉપયોગ ફેફસામાં વાઇરસની અસર જોવા માટે કરાવવામાં આવે છે, પરંતુ તે ક્યારેય કરાવવો જોઇએ તે માટેના તબક્કા નિર્ધારિત છે. કોરોના વાઇરસથી સંક્રમણના શરૂઆતના તબક્કામાં એટલે કે ઇન્ક્યુબેશન ફેઝમાં દર્દી હોય ત્યારે તબીબો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપતાં નથી. તાવ આવવો, માથુ દુખવું જેવા સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દી માટે આ ટેસ્ટની જરૂરિયાત રહેતી નથી.

HRCT આ ટેસ્ટ કેટલો સલાહભર્યો
HRCT આ ટેસ્ટ કેટલો સલાહભર્યો
  • પ્રોગેસિવ ટેસ્ટમાં વાયરસ ફેફસાં સુધી પહોંચે

ડૉકટર પંકજ અમીનના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસના પ્રાથમિક તબક્કામાં મોટાભાગે એચઆરસીટી સામાન્ય જ આવે છે. ત્યારબાદના પ્રોગ્રેસીવ ટેસ્ટમાં વાઇરસ ફેફસા સુધી પહોંચે ત્યારે એચઆરસીટી ટેસ્ટમાં લક્ષણો જણાઇ આવે છે. વાઇરસનું સંક્રમણ ગંભીર બને ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય અને વધારે પડતો સ્કોર જોવા મળે છે. ત્યારબાદ ફેફસામાં રીગ્રેસનનો સ્ટેજ આવે છે એટલે કે ફેફસામાં વાઇરસનું સંક્રમણ વધવા લાગે છે.

  • 4થી 5 દિવસમાં વાયરસનું સ્ટેજ બદલાય છે

HRCTમાં દર 4થી 5 દિવસમાં વાઇરસનું સ્ટેજ બદલાય છે, તેનુ સ્વરૂપ બદલાતુ જોવા મળે છે. એટલે કે, જો વાઇરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યુ હોય તો 14થી 28 દિવસ દરમિયાનમાં એચઆરસીટીમાં બદલાવ જોવા મળે છે.

  • બીજા તબક્કામાં HRCT ટેસ્ટ કરાવવાની સલાહ અપાય છે

શરૂઆતના તબક્કામાં જ્યારે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવે અને HRCT કરાવવામાં આવે ત્યારે તેની સામાન્ય આવવાની સંભાવના પ્રબળ રહેલી છે. જો ઓક્સિજનનું પ્રમાણ 95 ટકા કે તેથી વધારે રહેતુ હોય તો તબીબી સલાહ પ્રમાણે પ્રાથમિક તબક્કામાં એચ.આર.સી.ટી. કરાવવાની જરૂરિયાત રહેતી નથી. બીજા તબક્કા એટલે કે 7 દિવસ બાદ જ એચઆરસીટી ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

  • HRCTમાં બતાવવામાં આવતો CS સ્કોર શું છે?

HRCT દરમિયાન કોરેડ સ્કોર એટલે કે કોવિડ વાઇરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં અસર કરી છે. ફેફસાનો કેટલો ભાગ કોરોના વાઇરસથી સંક્રમિત છે. વાઇરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં બગાડ કર્યો છે તે આ સ્કોરથી જાણવામાં આવે છે. મનુષ્યના શરીરમાં 2 ફેફસાં હોય છે. જેમાં જમણા ફેફસામાં 3 અને ડાબા ફેફસામાં 2 (lobule) હોય છે. કયા લોબમાં વાઇરસની કેટલી અસર છે તે કોરેડ સ્કોર 25 અથવા 40 માંથી આપવામાં આવે છે. જો 25ના સ્કોર સંલગ્ન વાત કરીએ તો કોરેડ સ્કોરનો સરવાળો 8થી નીચે હોય તો હળવી અસર, આઠથી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને 15થી વધુ હોય તો થોડી ગંભીર અસર માનવામાં આવે છે. કોરેડ સ્કોરમાં ગંભીરતા વધુ જણાઇ આવે ત્યારે જ દર્દીને સધન સારવારની જરૂર પડતી હોય છે. જેમાં તેને ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રાખવાની જરૂર જણાઇ આવે છે.

  • નિષ્કર્ષ

HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. કોરોનાના નિદાન માટે આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન જ ગ્રાહ્ય છે.

  • ધ્યાન રાખવા જેવી બાબત

રેડિયોલોજી તબીબી તારણ પ્રમાણે એક HRCT કરાવવાથી મનુષ્યના શરીરમાં લગભગ છાતીના 1000 X-RAY જેટલુ રેડીએશન ઝીલવુ પડતું હોય છે. જે રેડિયેશનનો ડોઝ ઘણો જ મોટો કહેવાય છે. લાંબા ગાળે આ રેડિએશનના કારણે કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.