'ફોક્સકોન' ચેન્નઈમાં iPhone Xના ઉત્પાદનથી શરૂઆત કરશે. કંપનીની યોજના ભવિષ્યમાં ઉત્પાદન ક્ષમતા વધારી અને બીજા મોડલ્સ પણ અહીં જ ઉત્પાદન કરવાની છે.
કંપનીએ ભારતમાં ઉત્પાદનની શરૂઆત કરવા માટે એક અન્ય તાઈવાની કંપની વિસ્ટ્રોનની સાથે કરી હતી. વિસ્ટ્રોને બે વર્ષ પહેલા iPhone SEનું ઉત્પાદન શરૂ કર્યું હતું. IPhone-6S મોડલના ફોન પણ બનાવ્યા હતા. વિસ્ટ્રોન હવે IPhone-7નું ઉત્પાદન કરી રહી છે.
વિશ્લેષકોનું કહેવું છે કે, મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપનીઓ ભારતીય બજાર માટે ભારે ઉત્સુક છે અને સ્થાનિક ઉત્પાદન વધારશે. 2018માં ભારતમાં 29 કરોડ હેન્ડસેટ એસેમ્બલ થયા હતા. જ્યારે 2014માં માત્ર 5.9 કરોડ ફોન એસેમ્બલ થયા હતા.