ETV Bharat / city

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પકડાયેલ સટ્ટોડિયાની મદદ કરવાના કેસમાં IBના PSIની સંડોવણી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી હરીયાણાના બે સટ્ટેબાજોની પોલીસે ધરપકડ કરી. તપાસ કરતા ચોંકવનારો ખુલાસો સામે આવ્યો હતો કે આ સમગ્ર ઘટનામાં પોલીસનો પણ હાથ છે જોકે પોલીસકર્મીને કોર્ટે જામીન પર છોડી દીધો હતો.

cri
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પકડાયેલ સટ્ટોડિયાની મદદ કરવાના કેસમાં IBના PSIની સંડોવણી
author img

By

Published : May 5, 2021, 8:52 AM IST

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પકડાયેલ સટ્ટોડિયાને મદદ કરવાના કેસમાં IBના PSIની સંડોવણી
  • તપાસમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો
  • PSIની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો

અમદાવાદ : રાજ્યમાં ક્રિકેટનો સટ્ટો રમનારની તો ઘણી ધરપકડ કરવામાં આવી પરંતુ સટ્ટામાં PSI ની સંડોવણી હોવાનું પહેલીવાર સામે આવ્યું છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે સટ્ટોડિયા ઝડપાયા બાદ પોલીસ તપાસમાં ચોંકવનારો ખુલાસો સામે આવ્યો હતો. પોલીસે સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હતા.

આ પણ વાંચો : વડોદરામાં ક્રિકેટ સટ્ટોડિયાના ફોનમાંથી થયો નકલી માર્કશીટ ચોરવાના કૌભાંડનો પર્દાફાશ

કોર્ટે જામીન પર મુક્ત કર્યો PSIને

બંને સટ્ટોડીયાઓને ઝડપી તપાસ કરતા પોલીસની શંકા પ્રબળ બની હતી કે તેની મદદ કરવામાં પોલીસકર્મીનો હાથ હોઈ શકે છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સમગ્ર ઘટનામાં IBના PSI કિશન સિંહ રાઓલ પણ સામેલ હતો. પોલીસે તેને પકડી મંગળવારે કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. કોર્ટમાંથી તાત્કાલિક PSI જામીન મુક્ત થયો. ત્યારે પોલીસ કર્મીઓ જ આવા પ્રકારનું કામ કરશે તો સામાન્ય પ્રજા હવે કોની પર ભરોસો કરે તે એક પ્રશ્ન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.