- નારોલ અગ્નિકાંડ મામલો
- FSLના અધિકારીઓએ લીધી ઘટના સ્થળની મુલાકાત
- સતત 5 કલાક ચાલી કાર્યવાહી
અમદાવાદ: નારોલ અગ્નિકાંડ મામલે FSLના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ ફેક્ટરીથી કેમિકલના નમૂના લીધા હતા. જેને પરિક્ષણ માટે મોકલવામાં આવશે. ઘટના સ્થળે સતત 5 કલાકની કાર્યવાહી બાદ અધિકારીઓની ટીમ ઘટના સ્થળેથી રવાના થઈ હતી.
દુર્ઘટના બાદ સ્ટ્રક્ચર મુદ્દે તપાસ
પીરાણા નજીક આવેલી ફેક્ટરીના સ્ટ્રક્ચર અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ ફેક્ટરીમાં 4 પ્રકારના કેમિકલ રાખવામાં આવ્યા હતા. જે અંગેની માહિતી અધિકારીઓને મળી હતી. હાઈડ્રોજન પેરોક્સાઈડ, હાઈ મિથાઈલ થેલેટ, ડાય ઈથાઈલ ગ્લાયકોલ અને મિથાઈલ ઈથાઈલ ગેરોન જેવા કેમિકલ ફેક્ટરીમાં રખવામાં આવ્યા હતા.
પીરાણા અગ્નિકાંડ મામલો
સાહિલ એન્ટરપ્રાઇઝના માલિકને સાથે રાખીને ફેક્ટરીમાં કઈ જગ્યા પર કઈ વસ્તુઓ હતી તે મુદ્દે તપાસ કરવામાં આવી હતી અને ફેક્ટરીના માલિક પાસેથી આ અંગે માહિતી લેવામાં આવી હતી.
ઘટના બાદ તપાસનો ધમધમાટ
પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત બાદ તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ હતી અને જવાબદાર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.