અમદાવાદ : અમુક સમય પહેલા ભરુચમાં એક બાળકી લાપતા થઇ હોવાની ફરીયાદ નોંધાઇ હતી. આ બાળકીને સ્થાનિક પોલીસ શોધવામાં કામયાબ રહી ન હતી. આ બાબત હાઇકોર્ટ સમક્ષ જતા કોર્ટે રજૂ કરાતા તેને મહત્વનો નિર્ણય રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હવે આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો - ગુજરાત સરકાર દ્વારા જુના થયેલા 24 મહેસૂલી કાયદાનું નિરાકરણ લવાયું
શું છે હતી સમગ્ર ઘટના - ભરૂચ શહેર માંથી માત્ર 09 મહિનાની બાળકી ગુમ થઇ ગઇ હતી અને તેને લઈને સ્થાનિક પોલીસે અનેક વાર બધી દિશામાં તપાસ કરતી હોવા છતાં પણ તેની કોઈ ભાળ મળી ન હતી. આ સમગ્ર મામલે કોર્ટે ચાઈલ્ડ ટ્રાફિકિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને પોલીસને ટકોર પણ કરી હતી કે કે તમે ત્રણ મહિના સુધી જો બાળકોને ન શોધી શકો તે ખૂબ જ ગંભીર બાબત છે. બાળકીને ને ગોતવા માટે થઈને જરૂર પડે તો શંકાસ્પદ લોકોની બ્રેઇન મેપિંગ લઇને તમામ કાર્યવાહી કરવામાં આવે અને CID ની પણ મદદ લેવા માટે કોર્ટે સૂચન કર્યું હતું.
આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલાની કરાઇ નિમણુંક
કેસની તપાસ CBI ને સોંપવામાં આવી - આ બાબત કેટલી ગંભીર છે તે સમજાવવા માટે થઈને કોર્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના કેટલાક કેસ પણ ઉદાહરણ રૂપે ટાંકયા હતા, તેમજ ચાઈલ્ડ ટ્રાફિકિંગ કેટલો ગંભીર મુદ્દો છે એ પણ સમજાવ્યું હતું. પોલીસ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ સમગ્ર મામલે બાળકીની તપાસ માટે થઈને પોલીસની જુદી-જુદી ટીમ મુંબઈ તથા ઉત્તર પ્રદેશમાં પણ તપાસ અર્થે રોકવામાં આવી હતી. સમગ્ર રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે આ મહત્વનો નિર્ણય આપતા જણાવ્યું કે, હવે આ સમગ્ર કેસની તપાસ CBIને સોંપવામાં આવશે.