ETV Bharat / city

ETV BHARATના સવાલનો જવાબ આપતા મેયરે આગની દુર્ઘટનાને સામાન્ય ગણાવી !

author img

By

Published : Nov 4, 2020, 8:59 PM IST

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર કાપડના ગોડાઉનમાં આગથી 12 લોકોના મોત થયા છે. તેમ છતાં શહેરના મેયર બિજલ પટેલે ETV BHARATના સંવાદદાતા પાર્થ શાહ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવતા વિવાદ સર્જાયો છે.

ETVBharat Gujarat
ETVBharat Gujarat

  • PMના ટ્વીટ બાદ તંત્ર આવ્યું હરકતમાં
  • PMના ટ્વીટ બાદ મેયરે દુઃખ વ્યક્ત કર્યું
  • મેયરે સંવેદના વ્યક્ત કરવા સાથે આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવી

અમદાવાદ : શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી રેવા એસ્ટેટ ખાતેની સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઇ હતી. જેના કારણે 12 લોકોના મોત થયા છે અને 8 લોકોની હાલત ગંભીર છે. હજૂ આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. ગુરુવારે સાવરે 11 કલાકે પીરાણા પીપળજ રોડની નજીકના વિસ્તારમાં કેમિકલ ફેકટરીમાં થયેલા વિસ્ફોટ બાદ બાજુના ગોડાઉનોની દિવાલો અને છત તૂટી પડી હતી. જેમાં 18થી 20 લોકો તેની નીચે દટાઇ ગયા હતા. આ વિસ્ફોટ બાદ આગ પણ લાગી હતી. જે કારણે 24 ફાયર જવાનેઓએ તાત્કાલિક ઘટનસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા. ઘટના સ્થળેથી કુલ 9 મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે 3 લોકોએ સારવાર દરમિાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

PM મોદીના ટ્વીટ બાદ તંત્ર આવ્યું હરકતમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા દુઃખ વ્યક્ત કર્યા બાદ ગુજરાત રાજ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અગ્રણી નેતાઓ હરકતમાં આવ્યા હતા. PMના ટ્વીટ બાદ અમદાવાદ મનપા, રાજ્યનું તંત્ર એક્શનમાં આવી આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને મૃતકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે બિજલ પટેલે પણ મોડે મોડે ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે બિજલ પટેલને આ મામલે આકરાં સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમને પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગી ગયા હતા.

બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ સામાન્ય ઘટના છે તેમ છતા દુઃખદ છે

આ ઉપરાંત મીડિયાથી બચવા માટે મેયર પાછળના દરવાજેથી પ્રવેશ્યા હતા. એટલું જ નહીં મોડે મોડેથી જાગેલાં અને ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા મોડી સાંજે મેયર બિજલ પટેલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ETV BHARATના સંવાદદાતા પાર્થ શાહ દ્વાર મીડિયાને આપેલા બ્રિફિંગમાં સવાલ પૂછવામાં આવ્યો કે, PMના ટ્વીટ બાદ આ તો કેવુ દુઃખ વ્યક્ત કરવાનું ? જેની પ્રતિક્રિયામાં ઘટનાને સામાન્ય ગણાવતા વિવાદ સર્જાયો છે. બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ સામાન્ય ઘટના છે તેમ છતા દુઃખદ છે.

ETV BHARATના સવાલનો જવાબ આપતા અસંવેદનશીલ મેયરે આગ દુર્ઘટનાને સામાન્ય ઘટના ગણાવી

કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર

અગાઉ વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ બિજલ પટેલ પર પ્રહારો કર્યા હતા. શૈલેષ પરમાર, તોફિક પઠાણ સહિતના કોંગ્રેસના આગેવાન નેતાઓએ ઘટના અંગે મેયર પર પ્રહારો કર્યા હતા. તેમજ સરકાર, મ્યુનિસિપલ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સાંઠગાંઠનો આરોપ પણ મૂક્યો હતો.

ETV BHARATના સવાલ બાદ મેયર શું બોલ્યા?

ETV BHARATના સવાલનો જવાબ આપતા બિજલ પટેલે જણાવ્યું કે, જે સામાન્ય ઘટના બની છે, તે સામાન્ય ઘટના માટે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેની સાથે સાથે સૌથી પ્રથમ જે લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, તેમની સારવાર કરવાની પ્રથમ પ્રાથમિકતા રાખવામાં આવી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એક બાદ એક કોર્પોરેશનના સત્તાધીશો અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, તો બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે, દિલ્હીથી ઘટનાની ગંભીરતાને સમજીને રાજ્ય સરકાર અને અમદાવાદ મનપાને ટકોર કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી તંત્રે ઘટનાની નોંધ લેવા માટે પહોંચ્યા હતા.

ઘટનાના 5 કલાક બાદ તંત્ર એક્શનમાં

કાપડ ગોડાઉનમાં 12 જિંદગીઓ હોમાઈ જવા છતાં અમદાવાદનું તંત્ર એક્શન મોડમાં આવ્યું ન હતું અને ચૂપચાપ તમાશો જોઈ રહ્યું હતું. જેવું જ દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ અગ્નિકાંડ મામલે ટ્વીટ કર્યું તેવું જ ગુજરાતમાં બેઠેલા શાસક પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. અમદાવાદનું તંત્ર તાબડતોડ એક્શનમાં આવી ગયું હતું. પીએમ મોદીએ સૌ પ્રથમ પીરાણા કાપડ ગોડાઉન અંગે દુઃખ વ્યક્ત કરતી ટ્વીટ કર્યું હતું. આ અગાઉ અમદાવાદમાં બેસેલાં શાસક પક્ષ તરફથી આગકાંડ મામલે કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. મેયર સહિતનાં શાસક પક્ષના એકપણ નેતાએ મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી ન હતી, પણ જેવું જ પીએમ મોદીનું ટ્વીટ આવી કે, અમદાવાદનું તંત્ર દોડતું થયું હતું અને 5 કલાક બાદ મ્યુનિસિપલ કમિશનર અને DyMC એક્શનમાં આવ્યા હતા. 5 કલાક બાદ કમિશનર LG હોસ્પિટલ પહોંચ્યા હતા. PM મોદીની ટ્વીટ પહેલાં ઘટનાને પગલે તંત્રએ ભેદી મૌન સેવ્યું હતું.

અમદાવાદ આગકાંડઃ ઘટનામાં 12 લોકોના મોત, વડાપ્રધાનના ટ્વીટ બાદ સ્થાનિક તંત્ર દોડતું થયું

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભયંકર આગ લાગી હતી. જેની જાણ અમદાવાદ ફાયરને થતાની સાથે ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. કુલ 9 ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 11નાં મોત થઈ ગયાં છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ : મોતની આગ, જાણો શહેરમાં બનેલી આગની મોટી દુર્ઘટનાઓ વિશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.