ETV Bharat / city

Injustice to women : રાજકીય પાર્ટીઓ મહિલાઓના મત મેળવવામાં આગળ, ટીકીટ આપવામાં પાછળ - Injustice to women

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022)લઇને ભારે ગતિવિધિઓ ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ હોય કે ભાજપ કે અન્ય કોઇપણ પક્ષ, મહિલાઓ સરખેભાગે ફિલ્ડમાં ઊતરીને કામ કરતી જોવા મળી રહી છે. જોકે જ્યારે ટીકીટ ફાળવણીનો સમય આવશે તેમાં મહિલાઓને વધુ એકવાર ન્યાય અપાશે કે અન્યાય (Injustice to women) થશે તે જોવાનું છે.

Injustice to women : રાજકીય પાર્ટીઓ મહિલાઓના મત મેળવવામાં આગળ, ટીકીટ આપવામાં પાછળ

author img

By

Published : Jun 17, 2022, 9:45 PM IST

Updated : Jun 18, 2022, 3:59 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખીને તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ વનાથી શ્રીનિવાસન ગુજરાતના પ્રવાસે આવ્યા હતાં. તેમણે મહિલાઓને વધુમાં વધુ ભાજપ સાથે જોડાવાની વાત કરી હતી. લોકસભા 2019 અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ 2022 વખતે ભાજપે કહ્યું હતું કે, આ ચૂંટણીઓમાં મહિલાઓનો ભાગ મહત્વનો રહ્યો છે. ટ્રીપલ તલાક બીલ, ઉજ્જ્વલા યોજના, જન-ધન યોજના, ફ્રી રાશન વગેરેથી મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. જો કે ગુજરાતની વાત કરીએ તો મુખ્ય બે રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ મહિલાઓને ટીકીટ આપવામાં ખૂબ (Injustice to women ) પાછળ છે. કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધી હોવા છતાં કોંગ્રેસ મહિલાઓને ટીકીટ આપવામાં ભાજપ કરતા પણ પાછળ છે.

મહિલાઓને સંખ્યાના પ્રમાણમાં અન્યાય -ગુજરાતમાં છેલ્લા આંકડા પ્રમાણે 1000 પુરુષોએ 919 મહિલાઓ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Local government elections) 50 ટકા સ્થાન મહિલાઓ માટે અનામત છે. જો કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ભારતના બંધારણ પ્રમાણે તેવી કોઈ જોગવાઈ નથી.ત્યારે આ ચૂંટણીઓમાં મહિલાઓને સંખ્યાના પ્રમાણમાં અન્યાય (Injustice to women )થઈ રહ્યો હોય તેમ લાગે છે.

ટીકીટ ફાળવણીનો સમય આવે ત્યારે...
ટીકીટ ફાળવણીનો સમય આવે ત્યારે...

2019 લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે 26 બેઠકોમાંથી 06 બેઠકો પર મહિલાઓને ટીકીટ (BJP Women Candidates ) આપી હતી. જ્યારે કોંગ્રેસે 01 જ મહિલાને ટીકીટ (Congress Women Candidates) આપી હતી. 2014 ની ચૂંટણીઓમાં ભાજપે 04 મહિલાઓને ટીકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે 01 જ મહિલાને Injustice to women ટીકીટ આપી હતી. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની લહેરમાં ભાજપના તમામ ઉમેદવાર લોકસભાની બંને ચૂંટણીઓમાં વિજયી થયા હતાં.

પક્ષના કાર્યક્રમોમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે

આ પણ વાંચોઃ યુવા મહિલાઓને ભાજપ સાથે જોડવાનું લક્ષ્યાંક: મહિલા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ

છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપે કેટલી મહિલાઓને ટીકીટ આપી ? -ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 2017 ની ચૂંટણીઓમાં ભાજપે 12 મહિલાઓને ટીકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે 10 મહિલાઓને ટીકીટ આપી હતી. આમ બંને પક્ષોના થઈને કુલ 364 ઉમેડવારોમાંથી ફક્ત 22 જ મહિલાઓ ( Injustice to women ) હતી. જે ફક્ત 06.04 ટકા જેટલી થવા જાય છે. આ ચૂંટણીઓમાં ભાજપમાંથી 09 જ્યારે કોંગ્રેસમાંથી 04 મહિલાઓ વિજયી થઈ હતી. બીજી તરફ ભાજપની ટીકીટ પર 03 મહિલાઓ પરાજિત થઈ હતી. જ્યારે કોંગ્રેસની 06 મહિલા ઉમેદવાર પરાજિત થઈ હતી. જો 2012 વિધાનસભાની ચૂંટણીઓની વાત કરીએ તો બંને પક્ષોએ મળીને કુલ 34 મહિલાઓને ટીકીટ આપી હતી. જેમાંથી ભાજપે 20 મહિલાઓને અને કોંગ્રેસે 14 મહિલાઓને ટીકીટ આપી હતી. ભાજપમાંથી 13 મહિલાઓનો વિજય અને 07 મહિલાઓનો પરાજય થયો હતો. જ્યારે કોંગ્રેસમાંથી 04 મહિલા ઉમેદવાર વિજયી અને 10 મહિલાઓ પરાજિત થઈ હતી. આમ , 2012 કરતા 2017 માં મહિલા ઉમેદવારોને ઓછી ટીકીટો પાર્ટી તરફથી ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ શ્વેતા બ્રહ્મભટ્ટના ભાજપ પ્રવેશ બાદની ETV Bharat સાથેની એક્સક્લૂસિવ મુલાકાત નિહાળો

છેલ્લી વિધાનસભા ચુટણી(2017) માં કઈ મહિલાઓને કઈ બેઠક પરથી ટીકીટ મળી ?

ભાજપે આપેલી ટીકીટ પર વિજયી ઉમેદવારની યાદી

1. ભુજથી નીમાબેન આચાર્ય

2. ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી (SC)

3. ગોંડલથી ગીતાબેન જાડેજા

4. ભાવનગર પૂર્વથી વિભાવરીબેન દવે

5. કલોલ (પંચમહાલ-ST) થી સુમાનબેન ચૌહાણ

6. વડોદરા શહેરમાંથી મનીષા વકીલ (SC)

7. અકોટા વડોદરાથી સીમા મોહિલે

8. લીંબાયત સુરતથી સંગીતા પાટીલ

9. ચોર્યાસી સુરતથી ઝંખના પટેલ

ભાજપની હારેલી મહિલા ઉમેદવાર

1. ખેડબ્રહ્માથી રમીલાબેન બારા (ST)

2.વિરમગામથી તેજશ્રીબેન પટેલ

3. આણંદના અંકલાવથી હંસાકુંવરબા

કોંગ્રેસની જીતેલી મહિલા ઉમેદવાર

1. રાપરથી સંતોકબેન આરેઠીયા

2. વાવથી ગેનીબેન ઠાકોર

3. ઊંઝાથી આશા પટેલ

4. દાહોદના ગરબાડાથી ચંદ્રિકાબેન બારૈયા (ST)

કોંગ્રેસની હારેલી મહિલા ઉમેદવાર

1. દહેગામથી કામિનીબા રાઠોડ

2.સાણંદથી પુષ્પાબેન ડાભી

3.મણિનગરથી શ્વેતા બ્રહ્મભટ્ટ

4. ભાવનગર પૂર્વથી રાઠોડ નીતાબેન

5. ઉમરેઠથી કપિલાબેન ચાવડા

6. નવસારીથી ભાવના પટેલ

મહિલા ઉમેદવારો જે બેઠક પરથી લડ્યા હોય તેની મહત્વની બાબતો - વાવ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના દિગગજ નેતા શંકર ચૌધરીને પરાજય આપ્યો હતો, ગેનીબેન વિધાનસભામાં ઘણા એક્ટિવ છે. ગરબાડાથી ચંદ્રિકાબેન બારૈયા કોંગ્રેસમાંથી સતત છેલ્લી બે ચૂંટણીમાં ઉમેદવાર અને વિજયી રહ્યા છે. સુરતની લીંબાયત બેઠક પરથી 2017 અને 2012 માં ભાજપના સંગીતા પાટીલ વિજેતા રહ્યા છે. 2017માં અહીં પાટીલ વિરુદ્ધ પાટીલનો જંગ જામ્યો હતો. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પર કોંગ્રેસના અશ્વિન કોટવાલ છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં વિજેતા રહ્યા છે. આ દિગગજ નેતા સામે 2017 માં ભાજપે રમીલાબેન બારાને ઉતાર્યા હતા. તેઓ પરાજિત થયા હતાં. પરંતુ ભાજપે તેમને રાજ્યસભાની ચૂંટણી જીતાડી સાંસદ બનાવ્યા છે. વિરમગામ બેઠક પર 2012 માં ભાજપના તેજશ્રીબેન પટેલ વિજયી થયા હતા, પરંતુ 2017 માં કોંગ્રેસના લાખાભાઈ ભરવાડે તેમને પરાજય આપ્યો હતો.

કોંગ્રેસના તેજતર્રાર નેતા ગેનીબેન ઠાકોર
કોંગ્રેસના તેજતર્રાર નેતા ગેનીબેન ઠાકોર

નરેન્દ્ર મોદી સામે ચૂંટણીૂ લડનારા મહિલા ઉમેદવાર- 2014 માં વડાપ્રધાન બન્યા પહેલા નરેન્દ્ર મોદી અમદાવાદની મણિનગર બેઠક પરથી ચૂંટણીઓ લડતા અને જીતતા હતાં. 2012 માં IPS ઓફિસર સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ અહીંથી કોંગ્રેસની ટીકીટ પર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા પરંતુ હારનો સામનો કરવો પડ્યો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ બેઠક પર 2014 માં પેટ ચૂંટણી યોજાતા ભાજપમાંથી સુરેશ પટેલ વિજયી બન્યા. 2017 માં તેમને ફરી ભાજપે ટીકીટ આપી તો કોંગ્રેસે ફોરેન ડીગ્રીધારક યુવા શ્વેતા બ્રહ્મભટ્ટને ટીકીટ આપી. પરંતુ શ્વેતાની હાર થઈ. તાજેતરમાં શ્વેતાએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો.

મહિલા સામે મહિલા ઉમેદવાર - 2017 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાવનગર પૂર્વ જ એક એવી બેઠક હતી. જ્યાં મહિલા સામે મહિલા ઉમેદવાર રેસમાં હતાં. અહીંથી ભાજપના વિભાવરીબેન દવેએ કોંગ્રેસના નીતાબેન રાઠોડને પરાજય આપ્યો હતો. 2012 માં પણ વિભાવરીબેન અહીંથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ પ્રધાન રહી ચૂક્યા છે.

કેટલુંક ખાસ -આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ જિલ્લાની અંકલાવ બેઠક પરથી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સામે હંસાકુંવરબાએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

તાજેતરની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વડોદરાના મનીષાબેન વકીલને રાજયકક્ષાના મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાનનું પદ મળ્યું છે.

2017 ની ચૂંટણીઓમાં કોંગ્રેસમાંથી આશા પટેલ ઊંઝા બેઠક પરથી જીત્યા હતાં. બાદમાં તેમને પક્ષપલટો કરતા 2019 માં પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે તેમને ટીકીટ આપતા તેઓ ફરી આ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે થોડા સમય અગાઉ તેમનું નિધન થતા આ બેઠક ખાલી પડી છે.

મોરવાહડફ બેઠક પર 2017માં જીતેલા ભૂપેન્દ્રસિંહ ખાંટનું નિધન થતા અહીં 2021માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર વિજેતા બન્યા હતાં. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ રાજ્યકક્ષાના આદિજાતિ1 વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ પ્રધાન છે.

Last Updated : Jun 18, 2022, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.