ETV Bharat / city

વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે સરકાર એલર્ટ: 28 દિવસ બાદ બીજો ડોઝ લેવા માટે સરકારે વિદ્યાર્થીઓને આપી માહિતી

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સિન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે દરેક મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ વેકસિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે અને તેમના વિદેશ જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ વેકસિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ વેકસિનનો બીજો ડોઝ લઇ શકશે.

વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે સરકાર એલર્ટ
વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે સરકાર એલર્ટ
author img

By

Published : Jun 8, 2021, 10:27 AM IST

  • રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય
  • વિદ્યાર્થીઓને આઈ-20 અથવા DS-160 અથવા એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે અન્ય પુરાવવા અનિવાર્ય
  • જિલ્લાઓમાં કલેક્ટર અને સાત મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપાઈ

અમદાવાદ: વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે કોરોના વેક્સિનના 2 ડોઝ લેવા ફરજિયાત છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બીજા ડોઝના સમયગાળામાં બદલાવ કર્યો છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ETV BHARAT દ્વારા ખાસ અહેવાલ રજૂ કરતા રાજ્ય સરકારે સોમવારના કોર કમિટીમાં મહત્વનો નિર્ણય કરીને અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશનમાં અગ્રતા આપવામાં આવશે તે પ્રકારે નિર્ણય કર્યો હતો.

ક્યા ફોર્મ બતાવવા પડશે

અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વેક્સિન લેવા પોતાના I-20 ફોર્મ અથવા DS-160 ફોર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓએ આ પત્રો સાથે મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો રહેશે.

28 દિવસ બાદ બીજો ડોઝ લેવા માટે સરકારે વિદ્યાર્થીઓને આપી માહિતી

આ પણ વાંચો: ETV IMPACT - વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ હવે કોરોના વેક્સિન માટે નહીં અટવાય, કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય : મુખ્યપ્રધાન રૂપાણી

અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વેસ્ટ ઝોનનો સંપર્ક કરવાનો રહેશે

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટ ઝોન)નો સંપર્ક કરવાનો રહેશે. અભ્યાસ માટે વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને વેક્સિનને કારણે કોઈ તકલીફ ન પડે, એ માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી રાખી છે. સમગ્ર રાજ્યમાં આવા વિદ્યાર્થીઓને અગ્રતાના ધોરણે વેક્સિન અપાશે. વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે દરેક મહાનગરપાલિકા દ્વારા વેક્સીન લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને વેક્સીનનો બીજો લેવા આવે ત્યારે અરજીની પ્રિન્ટ, ઓફર લેટર, પાસપોર્ટની ઝેરોક્સ, વિઝાની નકલ, આધાર કાર્ડ અને વેકસીનનો પ્રથમ ડોઝ મેળવ્યાનું સર્ટિફીકેટ સાથે લાવવાનું રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માહિતી જાહેર કરાઇ

  • વિદેશ અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓએ કોવિડ -૧૯ રસીકરણ માટે જરૂરી ડોક્યુમેન્ટની નકલ ખાસ.
  • ફક્ત પશ્ચિમ ઝોન લાગુ પડતો હોય તેમને જ પશ્ચિમ ઝોનમાં અરજી આપવાની રહેશે.
  • તે સિવાયના વિધાર્થીઓએ પોતાના રહેઠાણને લાગુ પડતા ઝોનમાં અરજી આપવાની રહેશે.
  • પહેલા ડોઝનું સર્ટીફિકેટ યુનીવર્સીટી એડમીશન પત્ર અને -20 ફોર્મ અથવા 160 ફોર્મ માન્ય.
  • વિઝા ફોર્મ
  • આઈડેન્ટીટી કાર્ડ ( પાસપોર્ટ જરૂરી ) મોબાઈલ નંબર અને નામ બધા ડોક્યુમેન્ટ પર સહી ફરજિયાત.

રાજ્ય સરકાર દ્વારા કોર કમિટીમાં અલગથી ચર્ચા કરવાનો નિર્ણય

કોરોના સામે વેક્સિનને મહત્વનું પાસુ ગણવામાં આવે છે. ત્યારે ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતા હજારો વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં છે. સરકાર દ્વારા બીજા ડોઝના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિદેશ અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા. જે અંગે ETV BHARAT દ્વારા 30 મેના રોજ ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોમવારના રોજ પત્રકાર પરિષદ દરમિયાન મુખ્ય પ્રધાન રૂપાણી( CM Rupani )એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ બાબતને લઈને કોર કમિટીમાં અલગથી ચર્ચા કરીને નિર્ણય કરશે.

આ પણ વાંચો: વેક્સિનના બીજા ડોઝને લઈ વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

મુખ્યપ્રધાન રૂપાણી અંગેનો પ્રશ્ન પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવ્યો

કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણયબીજા દિવસની સમયમર્યાદાને લઈને અનેક વિદ્યાર્થીઓ કે જેમને વિદેશ ભણવા માટે જવાની તૈયારીઓ કરી રહ્યા છે, તેમને મૂંઝાયા છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી અંગેનો પ્રશ્ન પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન રૂપાણી( CM Rupani )એ જણાવ્યું હતું કે, આ બાબત સરકારના ધ્યાનમાં આવી છે અને કોર કમિટીમાં આ બાબત અંગે અલગથી ચર્ચા કરવામાં આવશે.

21 દેશોએ ભારતની પેસેન્જર ફલાઇટ પર મુક્યો પ્રતિબંધ

કોરોના વાઈરસે દોઢ વર્ષ અગાઉ પગપેસારો કર્યો હતો. ત્યારથી અનેક લોકોના ભાવિ આયોજનો પર અસર પડી છે અને તેમાં ખાસ કરીને અભ્યાસ માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. કોરોનાના નવા વધતા જતાં કેસોને પગલે અમેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગ્ડમ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર સહિત 21 દેશોએ ભારતની પેસેન્જર સાઈટ પર પ્રતિબંધ જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ગુજરાતમાંથી વિદેશ જવા માંગતા હજારો વિદ્યાર્થીઓનું આયોજન હાલ પૂરતું ખોરવાયું છે.

વિદેશની યુનિવર્સિટીમાં વેક્સિનના બન્ને ડોઝ લીધેલા હોવા ફરજીયાત

વિદેશમાં મોટાભાગની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓફલાઈન ક્લાસમાં આવવાનું કહે છે. જેમણે વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોય. તો બીજી તરફ ભારતમાં હજુ થોડા સમય અગાઉ જ 18થી વધુ વયના લોકો માટે વેક્સિન શરૂ કરાઇ હોવાથી આ વયજૂથમાં હજુ પ્રથમ ડોઝ લેવાઈ શક્યો છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરથી નવી શૈક્ષણિક ટર્મ શરૂ થવા જઈ રહી છે જેના કારણે અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા એવો નિયમ કરવામાં વિચારણા કરવામાં આવી રહી છે કે, જે વિદ્યાર્થીઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેમણે જ ક્લાસમાં હાજરી આપવા દેવી આ સિવાયના વિદ્યાર્થીઓ માટે એકમાત્ર વિકલ્પ ઓનલાઈન ક્લાસનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.