- IIM અમદાવાદમાં કેન્દ્રિય નાણાં પ્રધાનનું વિદ્યાર્થીઓને સંબોધન
- ઘી ઈકોનોમી રિબાઉન્ડ એન્ડ ઘી ઇન્ડિયન ઈકોનોમી ઈન 2021 ઉપર યોજાઈ ચર્ચા
- નવી શિક્ષણનીતિ, બજેટ વ્યવસ્થા ઉપર કર્યું સંબોધન
અમદાવાદઃ પ્રાઇવેટાઇઝેશન તરફ સરકારની નીતિ વિષયે કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું કે, માત્ર પબ્લિક સેક્ટરની હાજરી તમામ માંગોને પહોંચી ન શકે. તેથી પ્રાઇવેટાઇઝેશનની જરૂર છે. કેટલાક ક્ષેત્રોમાં એટોમિક સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પબ્લિક સેક્ટરની જરૂર છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે મૂળ બજારના પ્રાઇવેટાઇઝેશન સાથે પબ્લિક સેક્ટર પણ સ્પર્ધા કરી શકે.
નવી શિક્ષણનીતિ, બજેટ વ્યવસ્થા ઉપર કર્યું સંબોધન
હેલ્થ બજેટને લઇ તેમણે કહ્યું કે કોરોના મહામારીના અનુભવે બજેટમાં વધુને વધુ આરોગ્ય ક્ષેત્રે બજેટ ફાળવવાયું છે જેથી ટેસ્ટિંગ લેબ્સ, હેલ્થ સેન્ટર્સ જેવા મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરી શકાય. જિલ્લા ક્ષેત્રે વાયરસ ટેસ્ટિંગ લેબ્સ નિર્માણ પામે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં બજારમાં વધુ મુળી રોકાણની સરકારની નીતિ થી ઈન્ફ્લેશન ઉપર કેવી અસર વર્તાશે તેના ઉપર માહિતી આપતા નાણાપ્રધાને જણાવ્યું કે મોદી સરકારમાં આજ દિન સુધી ક્યારેય ઇન્ફ્લેશનનો આંકડો 4 ટકાથી વધુ ગયો નથી.