ETV Bharat / city

'સેવા સુરક્ષા શાંતિ' સૂત્રને સાર્થક કરતી પોલીસની સરાહનીય કામગીરી પર કરીએ એક નજર

તડકો હોય, છાંયો હોય, ધોધમાર વરસાદ હોય કે પછી હોય કોઈ પણ ભયાનક ઘટના. આ તમામ પરિસ્થિતિમાં પણ લોકોની રક્ષા કરી પોલીસની કામગીરી હંમેશા સરાહનીય રહી છે. આવી જ રીતે પોતાના જીવના જોખમે પણ અનેક લોકોને મોતના મુખમાંથી બહાર કાઢનારી પોલીસના (Salute to the work of the police) કેટલાક કિસ્સાઓ પર કરીએ એક નજર.

'સેવા સુરક્ષા શાંતિ' સૂત્રને સાર્થક કરતી પોલીસની સરાહનીય કામગીરી પર કરીએ એક નજર
'સેવા સુરક્ષા શાંતિ' સૂત્રને સાર્થક કરતી પોલીસની સરાહનીય કામગીરી પર કરીએ એક નજર
author img

By

Published : Aug 9, 2022, 4:02 PM IST

અમદાવાદઃ સામાન્ય રીતે કડક વલણ ધરાવતી પોલીસનું નામ આવે એટલે લોકો થરથર કાંપવા મંડે છે, પરંતુ દરેક જગ્યાએ આવું નથી હોતું. કેટલાક પોલીસ જવાનો ખૂબ જ સંવેદનશીલ હોય છે. પૂર હોય, તોફાન હોય, સુરક્ષા બંદોબસ્ત હોય કે પછી કોઈકની મદદ કરવાનો વખત હોય. દરેક વખતે જનતાની પડખે ઊભું રહેવાનું કામ કરે છે આ પોલીસ. એટલે જ પોલીસનું સૂત્ર છે 'સેવા સુરક્ષા શાંતિ' (Police motto Seva Suraksha Shanti) એટલે કે પોલીસ લોકોની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવી રાખવાનું કામ કરે છે. આવી જ રીતે પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવવામાં પાછળ ન પડતી પોલીસની સરાહનીય કામગીરી ઉપર કરીએ (Salute to the work of the police) એક નજર.

વડોદરામાં પોલીસનું રેસ્ક્યૂ ઓપરેશન
વડોદરામાં પોલીસનું રેસ્ક્યૂ ઓપરેશન

મહિલા કોન્સ્ટેબલે સાર્થક કર્યું પોલીસના સૂત્રને - કચ્છના ખડીરના રણમાં ધોળાવીરા (dholavira kutch district) પાસે આવેલા ભંજડા ડુંગર પર દર્શનાર્થે જતા સમયે એક વૃદ્ધા બેભાન થયા હતા. ત્યારે 86 વર્ષના વૃદ્ધ માજીને ઊંચકીને રાપર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન પરમાર વૃદ્ધ માજીને પ્રાથમિક સારવાર આપવા પાણી પીવડાવીને પોતાના ખભા પર લઈને 5 કિલોમીટર સુધી ચાલ્યા હતા. આ રીતે મહિલા કોન્સ્ટેબલે વૃદ્ધ માજીનો જીવ બચાવી માનવતાનો ધર્મ નિભાવી (motto of Gujarat Police) 'સેવા સુરક્ષા અને શાંતિ'ને હકીકતમાં સાર્થક કરીને બતાવ્યું હતું.

આ પણ વાંચો- શાબાશ કચ્છ પોલીસ... કોરોના સામેના જંગમાં જાણો તમામ કામગીરીનો ચિત્તાર

ગૃહપ્રધાને કર્યા વખાણ - તો આ તરફ વડોદરામાં ખડેપગે પ્રજાની સેવા અને સુરક્ષામાં તત્પર રહેતી પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. અહીં અકસ્માત થતાં યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના PCR વાનમાં બેસાડી (Police rescue operation in Vadodara) અને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં (Injured girl to hospital) આવી હતી. આ ઘટના રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના (Home Minister Harsh Sanghvi)ધ્યાનમાં આવતા ટ્વીટ મારફતે સરાહનીય કામગીરી કરનાર ASI સુરેશભાઈ હિંગલાજીયાની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો-કચ્છમાં પોલીસની સરાહનીય કામગીરી, રેન્જ IG અને બે જિલ્લાના SPએ માનવતા મહેકાવી

કોન્સ્ટેબલનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન - મોરબી જિલ્લામાં વરસાદી પાણી આવતાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. અહીં પોલીસ જવાને પોતાના જીવની ચિંતા (Police rescue operation in floods) કર્યા વિના બાળકોને ખભા પર બેસાડીને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. તે સમયે ગામના લોકોને બચાવા માટે આવેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોડાઈ ગઈ હતી. અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવ્યા હતા. તો પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બન્ને બાળકોને બચાવ્યા હતાં.

ખાખીને સલામ - નવસારીના ગણદેવીમાં પૂરની સ્થિતિ સર્જાઈ (Police rescue operation in floods) હતી. અહીં અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિમાં પોલીસે માનવતા મહેકાવી, બિલીમોરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ જવાનો રાહત બચાવના કામમાં જોડાયા હતા. અહીં બંદર વિસ્તારમાં PSI ડી.આર પઢેરીયાની ટીમ મદદ માટે પહોંચી હતી. વૃદ્ધાને ઊંચકીને રેસ્ક્યૂ કરતા પોલીસ જવાનોના ફોટો સોશિયલ મીડિયા વાયરલ થતાં ભરપેટ લોકો ખાખીની સેવાને સલામ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.