અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા તે પહેલા ભારતીય સૈન્ય દ્વારા ગાંધીનગરમાં ભવ્ય ડિફેન્સ એક્સ્પોનું (Defense Expo in Gandhinagar) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભારતીય વાયુસેનાના જવાનો અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કરતબો રજૂ કરશે. અહીં સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati Riverfront) પર સાંજે 4:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી એર શૉ બતાવવામાં (Air Show Ahmedabad) આવશે. તેને લઈને સરકાર દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
પ્રથમ વખત સારંગ હેલિકોપ્ટર જોડાશે સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati Riverfront) પર ભારતીય વાયુસેના દ્વારા એર શૉનું (Air Show Ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય વાયુસેનાનું એરોબિક્સ ટીમનું સારંગ હેલિકોપ્ટર (Indian Air Force sarang helicopter) સૌપ્રથમ વખત જોડાશે. જે આકાશમાં લેગ લેગ રંગબેરંગી કરતબો કરતું જોવા મળશે. સારંગ હેલિકોપ્ટર પીકોક તરીકે પણ (Indian Air Force sarang helicopter) ઓળખવામાં આવે છે, જેનું પ્રથમ વખત એર શૉ પ્રદર્શન 2004માં સિંગાપોર ખાતે કરવામાં આવ્યું હતું.
50થી વધુ દેશો ભાગ લેશે ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદમાં ડિફેન્સ એક્સ્પોમાં (Defense Expo in Gandhinagar) 50થી દેશો ભાગ લે તેવી શક્યતાઓ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડિફેન્સ એક્સ્પોમાં ઉપસ્થિત રહેશે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય (defense ministry of india) દ્વારા દર બે વર્ષે ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે 12 ડિફેન્સ એક્સ્પો તરીકે ગુજરાતની (Defense Expo in Gandhinagar) પસંદગી કરવામાં આવી છે. આ એક્સ્પોમાં આર્મી, નેવી, એરફોર્સના આધુનીક હથિયારથી પ્રદર્શન કરવામાં આવશે.Conclusion:
પ્રદર્શન માટે ઈ ટિકીટ ફરજિયાત સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati Riverfront) પર 18થી 22 ઓક્ટોબર સુધી યોજનારા ડિફેન્સ એક્સ્પોની (Defense Expo in Gandhinagar) સુરક્ષાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ પ્રદર્શન જોવા આવનાર મુલાકાતીઓ માટે પણ ઈ-ટિકીટ ફરજિયાત કરવામાં આવી છે. અહીં મુલાકાતે આવનારા લોકોએ https://www.eventreg.in/registration/visitor વેબસાઈટ પર જઈને એ ટિકીટ બૂક કરાવવાની રહેશે. તેમાં દર્શાવેલ તારીખ અને સમય દરમિયાન જ પ્રવેશ આપવામાં આવશે. આ ટિકીટમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.