રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ટેક્ષથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર,અમદાવાદ ઇન્કમટેક્ષ કમિશ્નર,પોલીસ કમિશ્નર,માંડવાળ જિલ્લા કલેક્ટર તથા અધિકારીઓ અને ઇન્કમટેક્ષ કર્મીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવારે 6 વાગે એકઠા થઈને ઝુંબા કર્યા હતા અને ત્યારબાદ તમામ કમિશ્નરો દ્વારા ફ્લેગ ઓન કરીને મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. 5 કિમી. જેટલી મેરેથોન યોજાઈ હતી.
ગુજરાતના ચીફ ઇન્કમટેક્ષ કમિશનર અજયદાસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ટેક્ષ ભરનાર લોકોમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. દેશમાં સૌથી વધુ ટેક્ષ ભરવામાં ગુજરાત 5માં ક્રમે છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે. ઇન્કમટેક્ષ ડેની ઉજવણી નિમિતે 24 જુલાઈએ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન પણ હાજર રહેશે અને આ કાર્યક્રમમાં જાહેર જનતાને પણ આમંત્રણ છે.