અમદાવાદ : સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ગરમી જોવા મળી રહી છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પ્રદુષિત પાણી અને ગરમીના કારણે લુ લાગવાથી બીમારીના કેસમાં (Summer Epidemic in Ahmedabad) ભારે વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 6 દિવસમાં ઝાડા ઉલ્ટીના 166 નવા (Disease in Summer Season) કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો : Disease in Summer Season : રાજકોટમાં કોરોનાની સાઈડ કાપી અન્ય રોગચાળાના કેસમાં ઉછાળો
ઝાડા ઉલ્ટીના કેસમાં ભારે વધારો - રાજ્યમાં કેટલાક દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ત્યારે ચાલુ માસમાં 16 દિવસમાં ઝાડા ઉલ્ટીના કેસ 371 (Cases of Diarrhea and Vomiting in Ahmedabad) અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. જ્યારે કમળા કેસ 82 ટાઈફોઈડના 79 કેસ નોંધાયા છે. ત્યારે બીજી બાજુ 16 એપ્રિલ સુધીમાં 15,625 લોહીના નમુનાની તપાસ પણ કરવામાં આવી છે.આની રોગચાળાની સાથે સાથે ચિકનગુનિયાના નવા 3 કેસ નોંધાતા કુલ આંક 102 પર પહોંચ્યો છે. સાથે ડેન્ગ્યુના નવા કેસ 5 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ કેસ સામે આવતા જ 201 જેટલા સીરમ સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો
પ્રદુષિત પાણી સેમ્પલની ચકાસણી - ગરમીની ક્ષમતા વચ્ચે પ્રદુષિત પાણીના કારણે શહેરમાં ભારે પ્રમાણમાં (Summer Sickness in ahmedabad) રોગચાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝાડ - ઉલટી, કમળા, ટાઈફોઈડના કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation) દ્વારા શહેરમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી લોકો શેરડીનો રસ, લીંબુ શરબત, સિકંજી જેવા શરબતનું વેચાણ કરતી દુકાન અને રોડ પર આવેલી લારી વાળા પાસે પાણીના સેમ્પલ લઈને તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.