ETV Bharat / city

બે દિવસમાં 45 ટકા કેસ કોટ વિસ્તાર-દાણીલીમડા સિવાયના વિસ્તારોમાં નોંધાયાં - દાણીલીમડા

અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 2181 પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં કોટ વિસ્તાર અને દાણીલીમડામાંથી સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. જોકે પાછલા બે દિવસમાં 45 ટકા કેસ અન્ય વિસ્તારોમાંથી સામે આવ્યાં હોવાની વિગતો સામે આવી છે.

બે દિવસમાં 45 ટકા કેસ કોટ વિસ્તાર-દાણીલીમડા સિવાયના વિસ્તારોમાં નોંધાયાં

author img

By

Published : Apr 27, 2020, 2:39 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં વધુ કોરોના પોઝિટિવ કેસને લીધે 6 જેટલા વિસ્તારોને મ્યુનિ કોર્પોરેશન દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયાં હતાં. જોકે પાછલાં બે દિવસ એટલે કે 25મી અને 26મી એપ્રિલના આંકડા મુજબ 45 ટકા કેસ કન્ટેનમેન્ટ વિસ્તાર બહારના હોવાનું સામે આવ્યું છે. પાછલા બે દિવસમાં અમદાવાદમાં કુલ 360 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે જે પૈકી 162 જેટલા કેસ કોટ વિસ્તાર અને દાણીલીમડા સિવાયના વિસ્તારોમાં નોંધવામાં આવતાં છે. આ આંકડાકીય ટ્રેન્ડ પ્રમાણે કોરોનાનો વ્યાપ શહેરના અન્ય વિસ્તારોમાં પણ વધ્યું હોવાનું સામે આવ્યું છે.

પાછલાં બે દિવસમાં નોંધાયેલા આંકડા પ્રમાણે દૂધેશ્વર, મણિનગર, અસારવા, નરોડા-મેમ્કો, નારણપુરા, કાંકરિયા, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં 45 ટકા જેટલા કેસ નોંધાયાં છે. 25મી એપ્રિલના રોજ શહેરમાં કુલ 182 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં હતાં જે પૈકી 78 અને 26મી એપ્રિલના રોજ નોંધાયેલા 178 કેસમાંથી 84 કેસ કોટ વિસ્તાર અને દાણીલીમડા બહારના હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. 26મી એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કુલ 104 લોકોના મોત નિપજ્યાં હતાં. એક સપ્તાહમાં મૃત્યુઆંક લગભગ બમણું થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ 151 લોકોના કોરોનાથી મોત થયાં છે. 26મી એપ્રિલ સુધીના રોજ કોંગ્રેસના કાઉન્સિલર બદરુદ્દીન શેખનું પણ કોરોનાથી અવસાન થયું છે.રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3301 પહોંચી છે જેમાં સૌથી વધુ 2181 દર્દી અમદાવાદમાં નોંધાયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 313 દર્દીઓ જ રિકવર થઈ શક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.