ETV Bharat / city

કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી કોરોના સામે સલામત અને અસરકારક: સર્વે - antibody of corona

કોવિડ-19ની કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સિન (Covaxin) રસી લીધા પછી તેની અસરનો તાગ મેળવવા હાથ ધરાયેલા દેશવ્યાપી સર્વેક્ષણમાં બન્ને રસી સલામત અને કાર્યક્ષમ જણાઈ હતી. દેશના 4 ડૉકટર્સ દ્વારા સર્વે (Doctors Survey) કરવામાં આવ્યો હતો. (survey of Covishield and covaxin)

કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો સર્વે
કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો સર્વે
author img

By

Published : Jun 8, 2021, 4:05 PM IST

  • કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્ને રસીનો થયો અભ્યાસ
  • ચાર ડૉકટર્સ દ્વારા કરવામાં આવ્યો સર્વે
  • કોરોના વેક્સિનને કારણે સારો એન્ટીબૉડી રિસ્પોન્સ

અમદાવાદ: કોરોનાની કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સિન(Covaxin)રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધા પછી એન્ટીબૉડી પ્રતિભાવનો અંદાજ મેળવવા માટે વિવિધ વર્ગોને આવરી લેતો દેશવ્યાપી અભ્યાસ(Doctors Survey) હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 515 હેલ્થકેર વર્કર્સને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસ કોલકતાના ડો. એ. કે. સિંઘ, અમદાવાદના ડો. સંજીવ ફાટક, ધનબાદના ડો. એન કે સિંઘ અને જયપુરના ડો. અરવિંદ ગુપ્તા તથા અન્ય ડોક્ટર્સએ (survey of Covishield and covaxin) હાથ ધર્યો હતો. સ્પાઈક પ્રોટીન સામેના એન્ટીબોડી(antibody)નો અંદાજ અમદાવાદની નોબર્ગ સુપ્રાટેક લેબોરેટરીમાં મેળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કોરોના વેક્સિન : રાજ્યમાં 10 ડિસેમ્બરથી ડોર 2 ડોર સર્વે શરૂ થશે, સરકારે ડેટા શરૂ કરવાની કામગીરી હાથ ધરી

બન્ને ડોઝ લીધાના 21 દિવસ બાદ સારો એન્ટીબૉડી પ્રતિભાવ

ડો.સંજીવ ફાટક જણાવે છે, અમને આ અભ્યાસમાં શામેલ થનારા 95 ટકા લોકોમાં તેમણે રસીનો બીજો ડોઝ લીધાના 21 દિવસ પછી સારો એન્ટીબૉડી પ્રતિભાવ જોવા મળ્યો હતો. આ રસીના પરિણામે સારી પોઝિટિવિટી જોવા મળી હતી. તે કોવિશીલ્ડ (Covishield) રસી લેનારમાં 98 ટકા અને કોવેક્સીન (Covaxin) લેનારમાં 80 ટકા જોવા મળી હતી. તેમણે આ બાબતે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, આમ છતાં ન્યુટ્રાલાઈઝીંગ એન્ટીબૉડી ટાઈટરને કારણે એન્ટી-સ્પાઈક એન્ટીબૉડીનું સ્તર એકસરખુ જોવા મળ્યુ ન હતું. આથી એન્ટીસ્પાઈક એન્ટીબૉડી પેદા થવાના ઊંચા પ્રમાણને રસી લેનારને પ્રાપ્ત થયેલી સુરક્ષાની વધુ ટકાવારી ગણી શકાય નહી.

515 હેલ્થવર્ક્સના અભ્યાસનું તારણ

આ અભ્યાસનાં તારણમાં એવો પુનરુચ્ચાર કરવામાં આવ્યો છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્ને રસી સલામત છે. કારણ કે બન્ને ડોઝ લઈ ચૂકેલા 515 હેલ્થકેર વર્કર્સને કોઈ પણ આડઅસર જોવા મળી નથી. આ અભ્યાસમાં એવું પણ તારણ પ્રાપ્ત થયુ છે કે, બ્રેકથ્રુ ઈન્ફેક્શન રેટ એટલે કે બન્ને ડોઝ લીધા પછી કોરોનાનો ચેપ લાગવાનો દર કોવિશિલ્ડના કેસમાં 5.5 ટકા અને કોવેક્સિનના કેસમાં 2.2 ટકા જોવા મળ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના રસી આપવા અંતર્ગત કરવામાં આવેલી સર્વેની કામગીરી પૂર્ણ

રસીકરણએ કોરોના વાઇરસથી બચવાનો એક માર્ગ

ડો. ફાટક વધુમાં જણાવે છે કે, બન્ને રસી લેનાર લોકો કોવિડ-19 સામે સુરક્ષા સલામતની સાથે સાથે અસરકારક પણ જણાઈ છે. તબીબી ક્ષેત્રે કોઈ અન્ય સંશોધન અંગે પ્રગતિ થાય નહી ત્યાં સુધી રસીકરણએ કોરોના વાઇરસથી દરેકને બચાવવા માટેનો એક માર્ગ છે અને તે પણ દરેક વ્યક્તિને રસી આપવામાં આવે તો જ. કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્ને રસી માટેનાં તારણો એક સરખાં છે અને લોકોને જે કોઈ રસી સુલભ હોય તે લેવી જોઈએ. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 23.04 કરોડ ડોઝ અપાઈ ચૂકયા છે. જેમાં, 4.50 કરોડ લોકોએ બન્ને ડોઝ લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.