ETV Bharat / city

વરસાદે વિરામ લીધાના કલાકો થયા હોવા છતાં દુકાનો પાણીમાં ગરકાવ - અમદાવાદમાં વરસાદના કારણે નુકસાન

અમદાવાદમાં વરસાદ વિરામ લીધાના અંદાજો 10-12 કલાક જેટલો સમય થઈ ગયો છે. પરંતુ શહેરના કેટલાક ધંધાર્થી કોમ્પલેક્ષમાં પાણી ઘુસી જતા લાખો રૂપિયાના માલનું નુકસાન (Rain in Ahmedabad) છેવાય રહ્યું છે. તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. દુકાનો એટલી પાણીમાં ડૂબી ગઈ છે કે માથેથી (Gujarat Rain Update) છત પણ જોવા મળતી નથી.

વરસાદે વિરામ લીધાના કલાકો થયા હોવા છતાં દુકાનો પાણીમાં ગરકાવ

author img

By

Published : Jul 11, 2022, 4:06 PM IST

અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે અનરાધાર વરસાદ બાદ શહેર જાણે બેટમાં (Rain in Ahmedabad) ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદને લઈને અમદાવાદમાં કેટલીક દુકાનો તેમજ કેટલાક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની (Gujarat Rain Update) હાલત કથળી હતી. પરંતુ શહેરમાં વરસાદ બંધ થયાના 10 કલાક જેટલો સમય થયો હોવા છતાં કેટલીક જગ્યાએ પાણી હજુ ઓસર્યા નથી.

વરસાદે વિરામ લીધાના કલાકો થયા હોવા છતાં દુકાનો પાણીમાં ગરકાવ

આ પણ વાંચો : છોટા ઉદેપુરમાં મેઘરાજાની અતિમહેર બની કહેરઃ બોડેલીમાં ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયાં

દુકાનદારોની હાલત બત્તર - શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા પોપ્યુલર (Moonsoon Gujarat 2022) સેન્ટરમાં હજુ 13 ફૂટ જેટલું પાણી ભરાયું છે. ગઈકાલે પડેલા મુશળધાર વરસાદમાં આ કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાયા હતા. સ્થાનિક દુકાનદારોએ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ તંત્ર મુલાકાત લેવા નથી આવ્યું. આ કોમ્પ્લેક્સમાં 50 જેટલી દુકાનો આવેલી છે તેમાં હજુ પણ છત નથી દેખાતી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Monsoon Gujarat 2022 : વરસાદના કારણે મૃત્યુની સંખ્યા સામે આવી, સર્વે બાદ કેશડોલ ચૂકવાશે

અંદાજે 20 લાખનું નુકસાન - સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે, રાત્રે અમને જાણ થઈ હતી કે દુકાનમાં પાણી ભરાયા છે તે તરત જ અમે અહીં પહોંચી આવ્યા હતા. ત્યારબાદ અમે કોર્પોરેશનમાં જાણ કરી હતી. આખી રાત અમને ઊંઘ પણ નથી આવી અને આજે (Gujarat Weather Prediction) વહેલી સવારે અમે પાછા દુકાને આવ્યા હતા. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ આવ્યું ન હતું એટલે કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા અમે સ્વખર્ચે પંપ મૂકીને પાણી બહાર કાઢી રહ્યા છે. અંદાજે 20 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. પરંતુ જ્યારે દુકાનદારોને તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.