ETV Bharat / city

કોરોના કાળમાં 108નો રિસ્પોન્સ ટાઈમ પહોંચ્યો બે કલાકે

દેશમાં કોરોના વાઇરસના કેસ તીવ્ર ગતિથી વધી રહ્યાં છે જેના કારણકે સમગ્ર રાજ્યમાં 108ની સેવા પણ હવે ખોરવાઈ છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધતા 108માં કોરોનાના દર્દીને જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી સાથે રહેવું પડી રહ્યું છે. જેના કારણકે 108નો રિસ્પોન્સ ટાઈમ સામાન્ય દિવસોમાં જે 3 થી 4 મીનિટ રહેતો હતો તે હવે ઘટીને દોઢ થી બે કલાકે પહોંચ્યો છે.

કોરોના કાળમાં 108નો રિસ્પોન્સ ટાઈમ પહોંચ્યો બે કલાકે
કોરોના કાળમાં 108નો રિસ્પોન્સ ટાઈમ પહોંચ્યો બે કલાકે
author img

By

Published : Apr 15, 2021, 5:20 PM IST

  • રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા પણ ખોરવાઈ
  • 108નો રિસ્પોન્સ ટાઈમ 2 કલાકે પહોંચ્યો
  • કોરોનાના દર્દીઓ સાથે 108ને પણ રોકાવું પડે છે

અમદાવાદ: રાજ્યમાં પહેલા રોજ 450 થી 500 કોવિડના દર્દીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હતા. જો કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોવાથી સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઈન જોવા મળતી હોય છે. આથી દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી 108 એમ્બ્યુલન્સ સાથે ને સાથે જોવા મળતી હોય છે. 108 એમ્બ્યુલન્સની સમગ્ર પ્રક્રિયામાં પહેલા રિસ્પોન્સ ટાઈમ 3 થી 4 મીનિટનો રહેતો હતો. જે હવે વધીને દોઢ થી બે કલાકે પહોંચ્યો છે. અગાઉ 108ના કુલ ઇમર્જન્સી કેસમાં માત્ર 20 ટકા કેસ કોવિડના રહેતા હતા ત્યારે અત્યારે શહેરમાં કોરોનાના કેસ વધારો થતાં પ્રમાણ 50 ટકા થયું છે. જેના કારણે એમ્બ્યુલન્સે દર્દી દાખલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.

વધુ વાંચો: 1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ

108 એમ્બ્યુલન્સ વિભાગના સિનિયર અધિકારીએ ઔપચારિક વાતમાં શું જણાવ્યું ?

ETV Bharat દ્વારા 108 એમ્બ્યુલન્સના હેડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતો ત્યારે કઠવાડા 108 એમ્બ્યુલન્સની મેઈન ઓફિસેથી સમગ્ર ગુજરાતના હેડનો સંપર્ક કરી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે તેમણે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં જ્યારે કોઈ પણ દર્દીના પરિવારજન 108 એમ્બ્યુલન્સ સારવાર માટે ફોન કરતા હતા ત્યારે સૌથી પહેલા તે કોલ સેન્ટર પર રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ નજીકમાં રહેલી 108 એમ્બ્યુલન્સ ક્યાં છે તે જાણીને દર્દી જે સ્થળે છે ત્યાં કેટલી વારમાં પહોંચી શકે તેનો રિસ્પોન્સ ટાઈમ મેળવવામાં આવતો હતો. 108 દર્દીને હોસ્પિટલમાં ઉતારીને સારવાર માટે મોકલી આપે છે. સામાન્ય સ્થિતિમાં એમ્બ્યુલન્સ 3 થી 4 મીનિટમાં રિસ્પોન્સ આપીને તુરંત દર્દીના ઘર અથવા નોંધાવેલા સરનામાં સુધી પહોંચી જતી હતી. હવે સ્થિતિ બદલાઇ છે જ્યાં સુધી કોરોનાના દર્દીને હોસ્પિટલમાં જગ્યા ન મળે ત્યાં સુધી 108 હોસ્પિટલમાં જ રાહ જોતી ઉભી રહે છે.

દર્દીએ 108ને કોલ કરે પછી કેટલી મીનિટ જોવી પડે છે રાહ ?

દર્દી કોવિડ પોઝિટિવ હોય છે તે 108 એમ્બ્યુલન્સમાં ફોન કરે તો તેમના પરિવારજન પાસે કેટલીક બેઝિક માહિતી મેળવવામાં આવતી હોય છે. દર્દીની સ્થિતિ પૂછવામાં આવતી હોય છે. ત્યારબાદ તેમને કહેવામાં આવતું હોય છે કે દર્દીની સ્થિતિ હાલ ખૂબ જ નાજુક કહેવામાં ન આવે એટલે તેમણે 108 એમ્બ્યુલન્સ માટે થોડો સમય રાહ જોવો પડશે. જ્યારે દર્દીની સ્થિતિ નાજુક જણાવી આવે તો તુરંત 108 એમ્બ્યુલન્સને ગમે તે રીતે ફ્રી કરીને દર્દીના આપેલા સરનામાં પર પહોંચવાની સૂચના આપવામાં આવી રહી.

વધુ વાંચો: ગોંડલના SRP જવાનનું તામિલનાડુમાં કોરોના કારણે મોત

સમગ્ર વ્યવસ્થા કેવી રીતે મેનેજ કરવામાં આવી રહી છે?

108 એમ્બ્યુલન્સની સમગ્ર વ્યવસ્થામાં સૌથી મોટો ફાળો 108 એમ્બ્યુલન્સમાં કામ કરતા કર્મચારીઓનો છે. દિવસ અને રાત એક કરી પરિવારના સભ્યોની ચિંતા કર્યા વગર ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સ છે. 108 એમ્બ્યુલન્સના કોલ સેન્ટર પરથી જ્યારે પણ તેઓને ફોન કરવામાં આવે ત્યારે તેઓ તરત માત્ર એક શબ્દ બોલતા હોય છે સરનામુ લખવો અને ત્યાં પહોંચી જતા હોય છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સમગ્ર મેનેજમેન્ટ દરેક બાબત પર ધ્યાન રાખી રહ્યું છે. 108 એમ્બ્યુલન્સમાં કામ કરતા કર્મચારીઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂર હોય છે. તેથી તેમનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.