- ભાજપના જ 7 સભ્યોએ વિરોધ કરી બજેટ ના મંજૂર કરાવ્યું
- વિજાપુર નગરપાલિકામાં સાશક વિરુદ્ધ પક્ષના જ સભ્યો સામે પડ્યા
- વિજાપુર નગરપાલિકામાં ભાજપના શાસકો સામે જ પક્ષના 7 સભ્યોએ વિરોધ નોંધાવ્યો
વિજાપુરઃ ભાજપની બહુમતી સાથે વિજાપુર નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી હતી ત્યારબાદ બજેટ માટે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના 15 પૈકી 7 સભ્યોએ કોંગ્રેસ અને અપક્ષના 11 સભ્યો સાથે મળી રજૂ કરાયેલા બજેટ સામે વાંધો ઉઠાવી બજેટ ના મંજુર કરી દીધુ હતું.ભાજપ શાસિત વિજાપુર નગર પાલિકામાં કોંગ્રેસ અપક્ષ સાથે ભાજપના 7 સભ્યોએ મળી બજેટ અટકાવ્યું
આ પણ વાંચોઃ શહેર ભાજપના મહામંત્રીનું ઇન્સટાગ્રામ એકાઉન્ટ થયું હેક
નગરપાલિકાના 28 પૈકી 26 સભ્યો સાથે બેઠક યોજાઇ, બે ગેરહાજર રહ્યા
વિજાપુર નગરપાલિકામાં કુલ 28 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. જેમાં નગરપાલિકાના બજેટ મુદ્દે મળેલી બેઠકમાં 26 સભ્યો હજાર રહ્યા હતા જ્યારે બે ગેરહાજર રહ્યા હતા. આ બેઠકમાં હાજાર રહેલા સભ્યોમાં 15 ભાજપના અને 11 અપક્ષ- કોંગ્રેસના ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકામાં વિકાસના મુદ્દે રજૂ કરાયેલી વિવિધ બાબતો પર બજેટના મુદ્દે ભાજપના 7 સભ્યોએ મનદુઃખ દાખવી કોંગ્રેસ અને અપક્ષના 11 સભ્યો સાથે મળી બહુમતીથી બજેટનો વાંધો ઉઠાવતા વિજાપુર નગરપાલિકાનું બજેટ ના મંજૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ વધુ 13 ઉમેદવારો જાહેર કર્યા