અમદાવાદ : શહેરમાં એક નવી જ ઘટના સામે આવી છે. જેમાં એક સવા મહિનાના બાળકનું હૃદય 3-3 વાર બંધ થઇ ગયું(baby's heart stopped beating three times) હતું, હૃદયના ધબકારા પણ અનિયમિત, ઇલેક્ટ્રિકના કરંટ અપાવ્યા છતા પણ બાળક અત્યારે સહિ સલામત જીવે છે. આ બાળક એક રાત્રે અચાનક એક ગંભીર રોગનો શિકાર થઈ ગયો હતો. જેમાં બાળકને દૂધ પીવામાં અચાનક ખૂબ તકલીફ પડતી હતી, બાળક વધારે પડતું રડતું હતું. શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડતી હતી. આ અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને અમદાવાદ મેમનગર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - મુસ્લિમ સમુદાયના 600 લોકોએ સામૂહિક ઈચ્છા મૃત્યુ માટે હાઈકોર્ટમાં કરી અરજી
મોતના મુખ માંથી બહાર આવ્યું - સવા મહિનાના બાળક કે જેના માતા-પિતા વ્યવસાયે એન્જિનિયર છે અને તેઓ અમદાવાદમાં આવેલા સોલા વિસ્તારના રહેવાસી છે. આ બાળક એક રાત્રે અચાનક એક ગંભીર રોગનો શિકાર થઈ ગયો હતો, જેમાં બાળકને દૂધ પીવામાં અચાનક ખૂબ તકલીફ પડવા લાગી હતી, વધારે રડવા લાગ્યો, શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડવા લાગી, બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું હતું. અંતે બાળક કોમામાં સરી પડ્યો હતો. આ અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને અમદાવાદ મેમનગર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - મેવાણી અને પટેલની મુશ્કેલીમાં ફરી વધારો, હજૂ 3 મહિના ભોગવવી પડશે જેલ
ડોક્ટરનું મંતવ્ય - બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલે બાળકની મેડિકલ રીતે ચકાસણી કરી ત્યારે માલુમ પડ્યું કે બાળકના ધબકારા અતિશય વધારે હતા. જેમાં બાળકનું હૃદય એક મિનિટમાં 300 કરતાં પણ વધારે વાર અતિ ઝડપે ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકોના ધબકારા 100 જેટલા હોવા જોઈએ છે. પરંતુ હ્ર્દય વધારે જ વધુ ઝડપથી ધબકતું હોવાના કારણે શરીરમાં તેના લોહીનું પરિભ્રમણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું. જેને કારણે બાળકના મગજ ઉપર ખૂબ જ ગંભીર અસર થઇ હતી. જેમાં બાળકને 6 વખત ખેંચો પણ આવી ગઈ હતી. બાળક ના હૃદયનું પમ્પિંગ માત્ર પાંચ ટકા જેટલું હતુ, તો બીજી તરફ બાળકના ધબકારા સતત અનિયમિત થઈ રહ્યા હતા. બાળકનું BP બ્લડપ્રેશર એટલું ઓછું થઈ ગયું હતું કે જેને માપવું પણ અશક્ય હતું. સાથે સાથે બાળકને સતત ફેફસા ઉપર પણ ગંભીર અસરો થઇ હતી. બાળકમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે હતું. આ તકલીફને કારણે બાળકના લીવર અને કિડની જેવા મહત્વના અંગો પણ સતત ફેઇલ થવા આવી ગયા હતા.
બાળકની આ રીતે કરવામાં આવી સારવાર - આ દરમિયાન ડોક્ટર હાર્દિક પટેલ અને ડોક્ટર દેવાંગ સોલંકીની ટીમ દ્વારા આ અતિ ગંભીર એવા બાળકની જુસ્સાભેર સારવાર ચાલુ કરવામાં આવી અને બાળકને તરત જ વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. બાળકમાં હૃદયનું પમ્પિંગ મજબૂત કરવા માટે 4 અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા હતા. બાળકને આવતી ખેંચો બંધ કરવા 3 અલગ અલગ પ્રકારની દવાઓ ચાલુ કરવામાં આવી હતી, તો બીજી તરફ બાળકના લીવર અને કીડની જેવા મહત્વના અંગોને સપોર્ટ કરવા માટેની દવાઓ પણ ચાલુ કરવામાં આવી હતી.
મહામહેનતે માતાપિતાને સંતાન મળ્યું પાછું - બાળકના સારવારના સાત દિવસમાં સતત અને સખત મહેનતના અંતે બાળકે ઘણી સારી રિકવરી બતાવવા લાગી હતી. શરીરના નુકસાન થયેલા અંગો ધીરે-ધીરે સારી પરિસ્થિતિમાં આવવા લાગ્યા અને બાળકને વેન્ટિલેટર ઉપરથી બહાર કાઢવામાં આવ્યો હતો તો બીજી તરફ ધીરે ધીરે અંગો માટેના સપોર્ટની દવાઓ ઓછી કરવામાં આવી હતી. છેવટે 18 દિવસના અંતે સતત ચાલતા જીવન મરણ વચ્ચેના બાળકના યુદ્ધનો અંત આવ્યો અને બાળકને હસતા મુખે હોસ્પિટલની ટીમ દ્વારા કોઈપણ જાતની ખોડખાંપણ વિના સફળતાપૂર્વક રજા આપવામાં આવી હતી.
ભાગ્યેજ આવા કેસો સામે આવે છે - ડોક્ટર હાર્દિક પટેલ અને ડોક્ટર દેવાંગ સોલંકીના જણાવ્યા મુજબ આવા બાળકોના કેસ જવલ્લેજ જોવા મળે છે. તેમાંથી મોટાભાગના બાળકો ઘરે અથવા સારવાર દરમિયાન જ મૃત્યુ પામે છે. જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે સારવાર દરમિયાન અથવા સારવાર બાદ શારીરિક અને માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે, પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે.