અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા વેપારી એમ્બ્રોડરી કારખાનું ધરાવી વેપાર કરે છે. જેમને પરિવારમાં બે પુત્રી, એક પુત્ર અને પત્ની છે. વેપારીની 22 વર્ષની પુત્રીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી હાલ ઘરકામ કરે છે. ગત 22 મીએ એક અજાણ્યા નંબર પરથી આ વેપારીને મિસકોલ આવ્યો હતો. જેથી ફરીથી કોલ કરતા ફોન કરનારે નામ પૂછીને ફોન મૂકી દીધો હતો. બાદમાં વોટ્સએપ મેસેજ આવ્યો હતો જેમાં તારી દીકરી કોલેજ કરતી હતી ત્યારે કેવા કેવા ધંધા કરતી હતી કોની સાથે ફરતી હતી એ બધા ફોટો વીડિયો છે. મારા સુધી પહોંચવાની કોશિશ કરશો તો આ બધા ફોટો વીડિયો વાયરલ કરી દઈશ આવી ધમકી આપી ફોન મેસેજ કરનારે 15 લાખ માગ્યા હતા.
અમદાવાદ: વેપારીની પુત્રીના ફોટા વાયરલની ધમકી આપી કોન્સ્ટેબલે 15 લાખ માગ્યા - કોરોનાની મહામારી અમદાવાદ
હાલ કોરોનાની મહામારી વચ્ચે પોલીસની કામગીરી લોકોએ ખુબ જ વખાણી છે, ત્યારે પોલીસને દાગ લાગે એવી ઘટના સામે આવી છે. નિકોલના એક વેપારીને ઓઢવના કોન્સ્ટેબલે ધમકી આપી છે. વેપારીની દીકરીના ફોટો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીની બહેનપણી સાથે મળીને 15 લાખની માગણી કરી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.