અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ માસ્ક ન પહેરનારને દુકાન કે અન્ય જગ્યાઓ પર જઈને દંડ આપવામાં આવતો હતો ત્યારબાદ પોલીસને પણ સત્તા આપવામાં આવી હતી કે રસ્તે જતાં રાહદારીએ માસ્ક ન પહેર્યું તો તેમને દંડવામાં આવે ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનોને દંડ વસૂલવા આદેશ કરવામાં આવ્યો હતો
અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો દંડાયા, 16 લાખથી વધુ વસૂલી લેવાયાં 17 જૂનથી શહેરમાં 14 અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માસ્ક અંગે દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો પાસેથી 16,52,800રૂ.નો દંડ વસૂલવામાં આવ્યો છે. હજુ પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે.
અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો દંડાયા, 16 લાખથી વધુ વસૂલી લેવાયાં પોલીસ દ્વારા જ્યારે માસ્ક ન પહેરનારને દંડ આપવામાં આવે છે ત્યારે લોકો તરફથી અલગ અલગ પ્રતિસાદ આપવામાં આવે છે, જેમકે કાન દુખે છે, ઓક્સિજન નથી મળતો, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સિંગલ સવારી છે તો માસ્ક કેમ પહેરવું, ગાડીમાં આગળ પાછળ અલગ બેઠાં છે તો માસ્ક શા માટે પહેરવું. આમ અલગ અલગ બહાનાં બતાવી લોકો છટકવા માગે છે પરંતુ પોલીસ દ્વારા કડકપણે કાર્યવાહી કરી દંડ વસૂલવાનું ચાલુ જ છે.પોલીસ તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે માસ્ક લોકોની સલામતી માટે જ છે, માસ્ક પહેરવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ.આગામી સમયમાં પણ માસ્ક અંગેનું અભિયાન ચાલુ રહેશે અને લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.