- વૃદ્ધને બાંધી અને આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવી
- નશા માટે નાણાંની જરૂર પડતાં ગુનો આચર્યો
- વૃદ્ધનાં મોઢા અને હાથ ઉપર સેલોટેપ મારી હતી
અમદાવાદ: યુવાનો અને સગીર વયના લોકોમાં MD ડ્રગ્સનું ચલણ ખૂબ જ વધ્યું છે, ત્યારે બહેરામપુરામાં રહેતા NRI વૃદ્ધને લૂંટવા માટે કોઈ માસ્ટર માઇન્ડ ગેંગ નહીં, પરંતુ બાજુમાં રહેતો 14 વર્ષનો ટાબરીયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 દિવસ પહેલાં બનેલા ચોંકાવનારા બનાવમાં એક સગીર સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. આ તમામ આરોપી એમડી ડ્રગ્સના બંધાણી હતા, પરંતુ રૂપિયા ન હોવાથી સિનિયર સિટીઝનને લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો, જ્યારે સિનિયર સિટીઝનને ઘરમાં ઘૂસવા માટે બૂમ પાડી હતી અને દરવાજો ખોલતાની સાથે મરચાની ભુક્કી અને સેલોટપથી તેમને બાંધી દીધા હતા.
પોલીસે ટાબરિયા અને તેના મિત્રોની અટકાયત કરી
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટીઝનને રાત્રે ત્રણ વાગ્યે દરવાજો ખખડાવીને આંખમાં મરચું નાખી લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં અમદાવાદમાં રહેતા ડ્રગ્સ કનેક્શન સામે આવી રહ્યું છે, જ્યારે ડ્રગ્સનો બંધાણી ટીનેજર હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક ચૌહાણ, જયેશ જાદવ, સુનિલ ચૌહાણ નામના આરોપીઓને ઝડપી પાડયા છે. વધુમાં આ ટાબરિયા અને તેની સાથે ઉઠતા બેસતા લોકો વિશે પોલીસે તપાસ કરી તો બધા નશાના બંધાણી હતા અને એમડી ડ્રગ્સ લેતા હતા આખરે પોલીસે ટાબરિયા અને તેના મિત્રોની અટકાયત કરી હતી.
આંખમાં મરચાની ભૂકી નાંખી કર્યો લૂંટનો પ્રયાસ
આ બનાવમાં આગલા દિવસે સાંજે બધા ભેગા થયા હતા અને મરચાની ભૂકી અને સેલોટેપ ખરીદી હતી. બધા ભેગા થયા અને જેફ અંકલની સુવાની રાહ જોતા હતા જે માટે તેઓ ઘરની આસપાસ જ હતા. રાત્રે જેફ અંકલ જેવા સુવા ગયા કે તરત બાબરીયા ઈશારો કર્યો અને તેણે બેલ વગાડ્યો હતો. ત્યારબાદ તેમણે જેવો દરવાજો ખોલ્યો કે બધા મિત્રો ઘરમાં ઘૂસી ગયા ત્યારે એક મિત્રે આંખમાં મરચાની ભૂકી નાંખી હતી અને બીજા મોઢા અને હાથ ઉપર સેલોટેપ મારી હતી.