અમદાવાદઃ શહેરનાં નદીના પૂર્વકાંઠા પછીના વિસ્તારોમાં કોરોનાનું જોર ધીમું પડ્યું છે. અગાઉ શહેરનાં 127 વિસ્તાર કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ રાખ્યા હતા. આ પૈકી શહેરનાં અમરાઈવાડીનાં શિવાનંદનગર 2 અને નિકેલનાં હરીદર્શન બંગ્લોન વિસ્તારમાં કોરોના કેસમાં ઘટાડો થતા માઈક્રો કન્ટેઈન્મેન્ટ એરિયામાંથી દૂર કરવામાં આવ્યા છે. ત્યારે મંગળવારે વધુ 14 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર હેઠળ મૂકવામાં આવ્યા છે.
તંત્રનાં સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ જે વિસ્તારમાં 3થી વધુ કોરોના પોઝિટિવ કેસ હોઇ અથવા છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કેસ અને ભવિષ્યમાં કેસ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
14 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર હેઠળ રખવામાં આવ્યા
- ગણેશ સોસો. અર્બુદાનગર 78
- હનુમાનનગર અમરાઈવાડી 24
- સાઈંધામ ટેનામેન્ટ વસ્ત્રાલ 30
- પુષ્પવાન બંગલો 52
- આંબેડકર વાસ લાંભા 22
- પ્રેરણા સોસો-વિ પાંચ લાંભા 26
- ક્રૃષ્ણધામ રો હાઉસ લંભા 28
- આકાંક્ષાસ્વરાજ ચાંદલોડિયા 44
- રોયલ રેસીડેન્સી ચાંદલોડિયા 20
- લાલાવસાની પોળ ખાડિયા 20
- સી-કોલોની નરોડા 32
- અબુનગર ચાંદખેડા 60
- બુરહાન નગર જુહાપુરા 05
- પુષ્પરાજ બંગલો ફતેહવાડી 01