ETV Bharat / city

5 વર્ષમાં 327 ડૉક્ટરો સરકારી ખર્ચે તબીબી શિક્ષણ પૂરુ કરી વિદેશ રવાના - Ahmedabad News

સરકારી મેડિકલ કોલેજમાં સરકારી ખર્ચે તબીબી શિક્ષણ પૂરુ કરીને ગુજરાતના ડોક્ટરો વિદેશ જવાનું પસંદ કરી રહ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં સરકારી ફીમાં અભ્યાસ પૂર્ણ કરીને 327 ડોક્ટરો વિદેશ જતા રહ્યાં છે. આ ડોક્ટરોના અભ્યાસ પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે.

ગુજરાતના ડોક્ટરો વિદેશ જવાનું કરે છે પસંદ

author img

By

Published : Mar 8, 2021, 10:55 PM IST

  • ગુજરાતના ડોક્ટરો વિદેશ જવાનું કરે છે પસંદ
  • 5 વર્ષમાં સરકારી ફીમાં અભ્યાસ પૂર્ણ કરીને 327 ડોક્ટરો ગયા વિદેશ
  • સરકાર તબીબી વિદ્યાર્થીઓ પ્રત્યે ઢીલું વલણ દાખવી રહી છે

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના આરોગ્ય વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે, છેલ્લાં 5 વર્ષમાં નિયમનો ભંગ કરી 327 ડોક્ટરો વિદેશ જતા રહ્યાં છે. રાજ્ય આરોગ્ય વિભાગે આ ડોકટરો પાસેથી સરકારે બોન્ડ પેટે રૂ 6.28 કરોડ રકમ વસૂલ્યાં છે. હવે કોઈ ડોક્ટર પાસેથી રકમ વસૂલવાની બાકી નથી. તબીબી અભ્યાસ કરવો આજે મોંઘો પુરવાર થાય છે. ખાનગી મેડિકલ કોલેજોની ફી-ડોનેશન વાલીઓને પોષાય તેમ નથી. સારી ટકાવારી ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓને તો સરકારી મેડિકલ કોલેજમાં સરકારી ફીમાં અભ્યાસ કરવાની તક મળે છે પણ તબીબી અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ડોક્ટરોએ ગામડાઓમાં સેવા આપવી પડે છે તેથી હવે ડોકટરોની માનસિકતા બદલાઈ છે.

આ પણ વાંચો: દિલ્હી એઇમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ સીએમ રૂપાણી સાથે યોજી બેઠક

સરકારની ઢીલી નીતિને કારણે ડોક્ટરો નિયમોનો સરેઆમ કરે છે ભંગ

સરકારી ખર્ચે ભણવાનું અને વિદેશમાં કમાવવાનું એ નવી પેઢીના ડોક્ટરોની માનસિકતા થઈ ગઈ છે. આજે જયારે ગુજરાતનાં ગામડાઓમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરોની ભારે અછત વર્તાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર સરકારી ફીમાં તબીબી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રત્યે ઢીલું વલણ દાખવી રહી છે, તે શંકાને પ્રેરે છે. રાજ્ય આરોગ્ય વિભાગની ઢીલી નીતિને કારણે ડોક્ટરો નિયમોને સરેઆમ ભંગ કરીને વિદેશ પ્રેક્ટિસ કરવા જઈ રહ્યાં છે.

આ પણ વાંચો: રસીકરણના કામમાંથી મુક્ત કરો નહીં તો દર્દીઓની સારવાર નહીં કરીએ : SVP ડૉક્ટર્સ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.