ETV Bharat / city

આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Gujarat rain data) કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, હવામાન વિભાગે કરી આગાહી
આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, હવામાન વિભાગે કરી આગાહી
author img

By

Published : Jul 25, 2022, 5:22 PM IST

Updated : Jul 25, 2022, 5:40 PM IST

અમદાવાદ: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી (Gujarat meteorology department) કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ (Gujarat rain data) આપવામાં આવી છે. ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે.

આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ (Ahmedabad weather department) અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં (heavy rain in North Gujarat) ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં પોલીસ કેસ થયેલ માછીમારો પાકિસ્તાન જેલમાં હોય તો સરકાર નથી આપતી સહાય : પુંજા વંશ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં 5.90 ઈંચ, લાખાણીમાં 4 ઈંચ, ખેડાના કઠલાલમાં 3.50 ઈંચ, સુઈગામમાં 3.25 ઈંચ, વડગામમાં 3.25 ઈંચ, પાલનપુરમાં 3 ઈંચ, મહેમદાવાદમાં 3 ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ, દાંતામાં અઢી ઈંચ, વાવમાં અઢી ઈંચ, મહુધામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધાનેરા, ડિસા, અંજાર,સતલાસણા, વાલિયા, સંતરામપુરમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હજી ઉત્તર ગુજરાતમા વરસાદની ઘટ: રાજ્યમાં 66.06 ટકા વરસાદ નોંધાયો છે. (forecast of heavy rain ) ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં 20.90 ઈંચ સાથે 116.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.26 ઈંચ સાથે 46.82 ટકા, મધ્યગુજરાતમાં 17 ઈંચ સાથે 56.34 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 60.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 46.75 ઈંચ સાથે 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હજી ઉત્તર ગુજરાતમા વરસાદની ઘટ છે, પરંતુ હાલમાં કરવામા આવેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 22 ઈંચ સાથે 66.06 ટકા વરસાદ નોંધાયો છે.રાજ્યમાં હાલમાં પાણીનો જથ્તો 58.13% છે.

આ પણ વાંચો: જાન જાયે પર ભૂંડ ના જાયે, કાર પર કાર અને તલવારનો વાર, જૂઓ વીડિયો...

ઉત્તર ગુજરાતમાં 22.00%, મધ્યગુજરાતમાં 42.70%, દક્ષિણ ગુજરાતમાં 70.86%, કચ્છમાં 70.40% અને સૌરાષ્ટ્રમાં 54.99% પાણીનો જથ્થો છે. જ્યારે નર્મદા ડેમની વાત કરીએ તો 63.32% ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 53 જળાશયો હાઈએલર્ટ પર છે. 80 ટકાથી વધુ ભરાયેલા 8 જળાશયો એલર્ટ પર છે. 70 ટકાથી વધુ ભરાયેલા 14 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 131 જળાશયોમાં 70 ટકાથી ઓછુ પાણી છે..

Last Updated : Jul 25, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.