ETV Bharat / city

ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટની મહત્વપૂર્ણ નોંધ: અગાઉ કોર્ટે કરેલા આદેશોની અમલવારી સંપૂર્ણ રીતે કરાઈ નથી - Advocate General Kamal Trivedi

ગુજરાત હાઈકોર્ટે(ગુજરાત હાઈકોર્ટ) આજે થયેલી ફાયર સેફટી(Fire Safety)માં બંને પક્ષોની રજૂઆતને સાંભળી મહત્વપૂર્ણ નોંધ કરી હતી. અરજદારે કોર્ટમાં રજુઆત કરી હતી કે હજી પણ અગાઉ કોર્ટે કરેલા આદેશોનું પાલન સંપૂર્ણ રીતે કરાયું નથી. કોર્ટે જણાવ્યું હતું કે, ભૂતકાળના બનાવો સામે આગોતરા આયોજન કરવા જોઈએ અને રાજ્ય સરકારે(State Government) અગાઉ કોર્ટે કરેલા આદેશોનું પાલન(Obeying commands) સંપૂર્ણ રીતે કરી શકી નથી તેમજ રાજ્ય સરકારે ભાવિ આયોજન સાથે અને તેની પાછળની અમલવારી માટે કેટલો સમય લાગી શકે તે પણ જણાવવું જોઈએ. આ માટેની વધુ સુનાવણી આગામી 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.

ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટની મહત્વપૂર્ણ નોંધ: અગાઉ કોર્ટે કરેલા આદેશોની અમલવારી સંપૂર્ણ રીતે કરાઈ નથી

author img

By

Published : Nov 18, 2021, 7:53 PM IST

  • રાજ્ય સરકાર અને મહાનગપાલિકાએ આગોતરા આયોજન કરવાની જરૂર છે
  • શું કમિશનર કે રાજ્ય સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલા લીધા ?
  • ફાયર સેફટી ન હોવી એટલે લાઇસન્સ વગર ગાડી ચલાવવા જેવું

અમદાવાદ : અરજદારે કોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, આજદિન સુધીમાં મનપા(Ahmedabad Municipal Corporation)ના કમિશનર કે રાજ્ય સરકારે(State Government) જવાબદાર અધિકારીઓ સામે પગલા લીધા છે? શું એવા અધિકારીઓ સામે પગલાં લેવાયા છે? જેમણે ફાયર સેફટી તેમજ પરમિશન વિના બિલ્ડીંગ સામે પણ કોઈ પગલાં નથી લીધા. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ(Advocate General Kamal Trivedi) ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે હાલ ઓક્ટોબર 2021માં 163 હોસ્પિટલ નગરપાલિકાના હદ વિસ્તારની એવી હોસ્પિટલ છે કે જેમની પાસે ફાયર સેફટી નથી. આ પહેલા ફેબ્રુઆરી 2021માં નગરપાલિકાની હદ વિસ્તારની કુલ 2657 હોસ્પિટલ હતી કે જેમની પાસે ફાયર NOC વિનાની હતી. ફેબ્રુઆરી 2021 માં 3830 એવી શાળાઓ હતી જેમની પાસે ફાયર NOC ન હતી. આ આંકડો ઘટીને હવે 348 સુધી પહોંચ્યો છે. આ કામગીરી સમય માંગી લે તેમ છે. ફાયર સેફ્ટીના અમલીકરણ માટે ઘણી મુશ્કેલીઓ પણ આવે છે જેમાં તહેવારના સમયે સ્ટાફ અને મજૂર વર્ગ ન મળવો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવો વગેરે સમસ્યાનો સમાવેશ થાય છે.

ફાયર સેફટી ન હોવી એટલે લાઇસન્સ વગર ગાડી ચલાવવા જેવું

કોર્ટમાં અરજદારે રજુઆત કરી હતી કે, ઇમારતો પાસે ફાયર સેફટી ન હોવી એટલે લાઇસન્સ વગર ગાડી ચલાવવા જેવું છે. અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશો આપ્યા છે તેમ છતાં તેમની અમલવારી સંપૂર્ણ રીતે કરવામાં નથી આવી. રાજ્ય સરકાર અને મહાનગપાલિકાએ આગોતરા આયોજન કરવાની જરૂરી છે. જેથી ભૂતકાળ જેવા બનાવો ન બને. ફાયર વિભાગમાં તમામ ખાલી જગ્યાઓને ભરવી જોઈએ. વધુમાં એડવોકેટ જનરલે રજૂ કરેલા આંકડા મુદ્દે તેમણે રજુઆત કરી હતી કે આ માત્ર અમુક પ્રકારની બિલ્ડીંગ છે. આ સિવાયની પણ બિલ્ડીંગ છે તેમાં પણ ફાયર સેફટી હોવી જરૂરી છે. કાયદાની અમલવારી કરવી જ સરકારની જવાબદારી છે.

ફાયર સેફટીની અમલવારી પાછળ કેટલો સમય લાગશે

કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, શું તમે કોઈ આગોતરા આયોજન સાથે નથી આવી શકતા કે જેમાં પ્રોપર ફાયર સેફટીની અમલવારી અને તેની પાછળ કેટલો સમય લાગશે તેનો ઉલ્લેખ હોય. કોર્ટે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે અમલવારી માટે સમય લાગી શકે છે. આ સામે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે ટકોર કરી હતી કે ઘણી જગ્યાઓએ ફટાકડાની દુકાનો હતી પણ તેમની પાસે કોઈ ફાયર સેફટી હતી નથી. બે ફટાકડાની દુકાનો તો મોલની પાસે જ હતી.

આ પણ વાંચો : પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી

આ પણ વાંચો : Atmanirbhar Gram yatra: CM Bhupendra Patel દ્વારા ખેડાથી પ્રારંભ કરાવાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.