- હાઈકોર્ટનો IGST મામલે મહત્વપૂર્ણ નિર્ણય
- નિકાસકારોએ હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે હાઈકોર્ટનો નિર્ણય
- એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સીઝને અગાઉથી ઈન્ટિગ્રેટેડ GSTનું રિબેટ અથવા રિફંડ મળશે નહીં
અમદાવાદ: નિકાસકારોની અરજીની સામે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સીઝને અગાઉથી ઈન્ટિગ્રેટેડ GSTનું રિબેટ અથવા રિફંડ મળી શકે નહીં. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના (CGST) કાયદામાં જે સુધારો કરેલો છે તે યોગ્ય છે. હાઈકોર્ટનું અવલોકન છે કે, આ કાયદામાં થયેલો સુધારો પાછલી અસરથી એટલા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે કે, વચ્ચેનો જે સમય છે તેમાં જે પણ વિરોધાભાસ થાય તો તેને ટાળી શકાય. આ ઉપરાંત, એવા નિકાસકારો કે જેમણે પહેલાંથી જ બીજા વિકલ્પ હેઠળ રિફંડનો દાવો કરેલો છે, તે નિકાસકારોએ વ્યાજ સાથે IGST ચૂકવવું પડશે અને ITC (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) લેવી પડશે.
IGST મામલે હાઈકોર્ટનો નિર્ણય
આ સુધારાના કારણે રિફંડનો દાવો કરવાનો વિકલ્પ નિકાસકારો માટે મર્યાદિત નથી. જે નિકાસકારો માત્ર મૂળભૂત કસ્ટમ ડ્યુટી (BCD) છૂટનો લાભ મેળવે છે અને કાચામાલ પર IGST ચૂકવે છે, ત્યાંથી નિકાસકારો, જે બીજા વિકલ્પ હેઠળ રિફંડનો દાવો કરવા માગતો હોય તે હવે બદલી શકે છે.