- અમદાવાદમાં કોરોના વાઈરસનો ફાટ્યો રાફડો
- ઇટીવી ભારતની મુહિમ "હમ નહીં સુધરેંગે" લાવી રંગ
- ઇટીવી ભારતમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું
અમદાવાદઃ ઈટીવી ભારત દ્વારા કોરોના મહામારીમાં લોકોને અગમચેતીના પાઠ ભણવા માટે થઇ એક મુહિમ ઉપાડવામાં આવી હતી. "હમ નહીં સુધરેંગે" નામથી એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં ભદ્રથી ત્રણ દરવાજા સુધીમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઇ રહ્યાં હતાં. રાજ્ય સરકાર દ્વારા 57 કલાકના કોરોના ગ્રહણ માટેથી કરફ્યુ આપવામાં આવ્યું હતું. જે બાદ પણ લોકો બેદરકારી રાખી રહ્યાં હતાં. મહત્વનું છે કે લોકો બેદરકારી રાખી રહ્યાં હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. જેને માટે ભદ્રથી ત્રણ દરવાજા વિસ્તારની કરફ્યુ બાદની પરિસ્થિતિ અંગેનો ચિતાર ETV Bharat દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ તંત્ર ઘોર નિદ્રામાંથી જાગ્યું હતું. જો કે જાગ્યા ત્યારથી સવાર જેવી કામગીરી શરૂ કરી પાથરણાંવાળા લોકોને હવે બેસવા દેવા પર હાલ પૂરતો પ્રતિબંધ ફરમાવ્યો છે.
![ઈટીવી ભારતના અહેવાલની અસર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661362_bhadra_etvimpact_7208977.jpg)
પાથરણાંવાળા લોકો પર પ્રતિબંધ, દુકાનોમાં તેની તે જ સ્થિતિ
મહત્વનું છે કે ઇટીવી ભારતની આ મુહિમ બાદ તંત્ર જાગ્યું છે અને પાથરણા વાળા લોકોને બેસવા દેવામાં નથી આવી રહ્યાં. જો કે ત્યાં રહેલી દુકાનોમાં હવે ભીડ એકઠી થઈ રહી છે. જેને લઈ સ્થાનિક પોલીસ દ્વારા પણ તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઇટીવીના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહીઇટીવી ભારતના અહેવાલની અસર તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી ગયું છે. જાગ્યા ત્યારથી સવાર જેવી કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ભદ્ર ત્રણ દરવાજા વિસ્તારમાં રહેલા તમામ પાથરણાંવાળા અને હાલ ચેતવણી આપી દેવામાં આવી છે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખનાર તમામ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- અમદાવાદથી પાર્થ શાહનો અહેવાલ
વધુ વાંચવા ક્લિક કરો આ લિન્કઃ અમદાવાદ: 57 કલાકના કરફ્યૂ બાદ પણ 'હમ નહીં સુધરેંગે' જેવી ભદ્ર અને ત્રણ દરવાજા વિસ્તારની સ્થિતિ