ETV Bharat / city

IMAનો PM મોદીને પત્રઃ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવે વેક્સિન - આઇએમએ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારાને જોતા વેક્સિનેશનના અભિયાનને વેગવંતો બનાવવા સંદર્ભે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. IMAએ પત્ર લખીને PM મોદીને અપીલ કરી છે કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે વધુમાં વધુ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવે અને વેક્સિનેશનનો કાર્યક્રમ ઝડપી કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે.

IMAનો PM મોદીને પત્રઃ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવે વેક્સિન

author img

By

Published : Apr 7, 2021, 4:52 PM IST

Updated : Apr 7, 2021, 7:44 PM IST

  • 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસી આપવા સૂચન
  • અત્યાર સુધીમાં માત્ર 8,31,10,926 લોકોને જ કોરોના વેક્સિનનો ડોઝ અપાયો
  • 43,00,966 લોકોને સોમવારે જ કોરોનાની રસી આપવામાં આવી

અમદાવાદઃ IMA એસોસિએશને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં અપીલ કરી છે કે, 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિનેશન પ્રક્રિયામાં શામેલ કરવામાં આવે છે. IMAએ પત્રમાં લખ્યું છે કે, મહામારીની બીજી લહેરે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વાતનો અંદાજો એ વાત પરથી જ આવી શકે છે કે, રવિવારે કોરોનાના નવા 1 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાના કેસ 1.28 કરોડને પાર

હાલ દેશમાં 7,88,223 એક્ટિવ કેસો છે

1 લાખથી વધુ પોઝિટિવ કેસનો આંકડો એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં 7,88,223 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં માત્ર 8,31,10,926 લોકોને જ કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાંથી 43,00,966 લોકોને સોમવારે જ કોરોનાની રસી આપવામાં આવી હતી.

45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવે

IMAએ કહ્યું કે, હાલ આપણે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપી રહ્યાં છીએ, જે પૂરતી નથી. કોરોનાની બીજી લહેરની અસરને જોતા અમારુ સૂચન છે કે, વેક્સિનેશનના અભિયાનને વેગવંતો બનાવવામાં આવે. સરકારને આપેલા સૂચનમાં જણાવ્યું છે કે, 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવે. જેથી કોરોના વાઈરસને ફેલાતો અટકાવી શકાય અને વાઈરસ સામે લડવા માટે લોકોમાં ઈમ્યુનિટી ડેવલોપ કરી શકાય.

આ પણ વાંચોઃ અરવલ્લી ખાતે કોવિડ-19 વેક્સીનના ડોઝનો જથ્થો પહોંચ્યો

Last Updated : Apr 7, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.