- વટવા વૉર્ડમાં 1 લાખ 28 હજાર મતદારો
- ચારેય કાઉન્સિલર છે ભાજપના
- રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી સમસ્યા છે આ વૉર્ડમાં
અમદાવાદઃ હું છું અમદાવાદનો વટવા વોર્ડ આજે મારા આ વટવા વૉર્ડની વાત કરૂ તો છેલ્લા પાંચ વર્ષમાં મારા વૉર્ડમાં વિકાસલક્ષી કામો થયા છે, પરંતુ તેની સાથોસાથ હજી પણ કેટલાક વિસ્તારો છે કે જ્યાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. મારા આ વોર્ડમાં ચારેય કાઉન્સિલર ભાજપના છે.
ખારીકટ કેનાલ મુખ્ય સમસ્યા
મારા આ વૉર્ડમાં ખારીકટ કેનાલની સૌથી મોટી સમસ્યા પણ છે કે જ્યાં દુષિત પાણીના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય હંમેશા રહેતો હોય છે. વર્ષ 2018-19 માં અહીં રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલનું મોટા પાયે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું, પરંતુ આજે ફરી અહીં નરકાગાર સ્થિતિ ઉભી થઈ છે.
વટવા વોર્ડમાં મતદારોનું ગણિત
મારા વૉર્ડમાં 1 લાખ 28 હજાર મતદારો છે. જેમાંથી 30 થી 31 હજાર મુસ્લિમ જ્યારે બાકીના હિન્દુ મતદારો છે. હિન્દુ મતદારોમાંથી સૌથી વધુ એટલે કે 14 થી 15 હજાર પટેલ મતદારો છે. ત્યારબાદ 12 હજાર હિન્દુ ભાષી, 5 હજાર બ્રાહ્મણો, 3 હજાર ઠાકર, 2 હજાર ભરવાડ અને 2 હજાર દલિત વર્ગના મતદારો છે.