- મારા વિસ્તારમાં અનેક સમસ્યાઓ
- વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા
- સમસ્યાના નિરાકરણ માટે વધુ 5 વર્ષ રાહ જોવી પડશે
અમદાવાદઃ શહેરમાં અનેક વિસ્તાર એવા છે કે, જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે, ત્યારે આજે વાત કરી શહેરના વેજલપુર વિસ્તારમાં કે જે વિસ્તારને મળી રહ્યી છે. મેટ્રો સહિત અનેક સુવિધાઓ પરંતુ તેમ છતાં અનેક પ્રશ્નોનો સામનો વેજલપુર વિસ્તારમાં સ્થાનિકો કરી રહ્યા છે. હું અમદાવાદ શહેરનો વેજલપુર વૉર્ડ મારા વૉર્ડમાં મેટ્રો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમ છતાં મારા વિસ્તારમાં ખરાબ રસ્તાઓ રખડતા ઢોર સહિતની અનેક સમસ્યાઓનો સામનો મારા વિસ્તારના લોકો કરી રહ્યા છે.
વેજલપુર વિસ્તારની વાત
મારા વેજલપુર વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે. જેવી કે, પાણીના પ્રશ્નો અને રસ્તા સાથે જ ટ્રાફિકની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે પરંતુ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં મારા વિસ્તરમાં વરસાદના સમયમાં પાણી ભરવાની ખૂબ જ સમસ્યાઓ છે. મહત્વનું છે કે, મારા વિસ્તારના કાઉન્સિલર દ્વારા અનેક વખત સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈપણ પ્રકારની રજૂઆતનું નિરાકરણ નથી આવતું હવે જોવાનુંએ રહે છે કે, મારા વિસ્તારમાં સ્થાનિકોને આગામી પાંચ વર્ષ દરમિયાન કેટલી રાહત મળે છે અને વિસ્તારના સ્થાનિકોને કામ કેટલું પૂર્ણ થાય છે.