- ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનું ફેરવેલ યોજાયું
- એડવોકેટ જનરલ અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટે કર્યું સંબોધન
- બંને જજોએ ગુજરાતની ઐતિહાસિક ધરોહરના મહત્વનો કર્યો ઉલ્લેખ
અમદાવાદઃ ફેરવેલ દરમિયાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેના કાર્યકાળથી મને અસંખ્ય તક મળી છે જેમાંથી હું ઘણું શીખ્યો છું. જ્યારે હવે હું દિલ્હી જઈ રહ્યો છું ત્યારે ગુજરાત મારું બીજું ઘર હશે. ઉત્તરપ્રદેશ ભલે મારી જન્મભૂમિ હોય, પરંતુ ગુજરાત સાચા અર્થમાં મારી વાસ્તવિક કર્મભૂમિ રહ્યું છે.
અનન્ય સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ કરવાની પણ તક મળીઃ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ
ચીફ જસ્ટિસે પોતાની યાદોને વાગોળતાં જણાવ્યું કે મને જ્યારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકેની જવાબદારી મળી ત્યારે મને એમ હતું કે શું હું આવા મહાન ઇતિહાસ સાથેનાં રાજ્યમાં મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શકીશ છે કે કેમ? ગુજરાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓનું વતન રહ્યું છે. તેમણે ઉમેર્યું કે મને અહીં માત્ર અદભુત વ્યવસાયિક અનુભવો જ નથી મળ્યાં પણ તેની સાથે અનન્ય સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ કરવાની પણ તક મળી છે. ઉત્તરાયણના તહેવારથી નવરાત્રિના તહેવાર સુધી કચ્છના રણથી ગીરસોમનાથ સુધી.
આ પણ વાંચોઃ દારૂબંધી સામે થયેલી અરજી અંગે Gujarat High Courtએ રાજ્ય સરકારને આપ્યો ઝટકો, વધુ સુનાવણી 12 ઓક્ટોબરે
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમના 9 નામો પર કેન્દ્રની મ્હોર, ગુજરાતના બે જજ