- એસ.ટી.સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ
- ગયા વર્ષની સરખામણીએ 50થી 60 ટકા મુસાફરોનો વધારો
- એક જ દિવસમાં 1.15 કરોડ રૂપિયાની આવક
અમદાવાદ: રાજ્યમાં દિવાળીના તહેવાર (ahmedabad Diwali festival )ને લઈ એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક જ દિવસમાં 56,622 ટીકીટ બુક થઈ હતી. જ્યારે કુલ 1.15 કરોડ રૂપિયાની ટીકીટ બુક થઈ હતી. જ્યારે 17,933 કાઉન્ટર બુકીંગ ઓફિસેથી બુક કરવામાં આવી હતી અને મોબાઈલ એપ થકી 14,268 ઓનલાઈનમાં 7,065 ટીકીટ બુક થઈ હતી.
મુસાફરો માટે અનેક વ્યવસ્થા
એસ.ટી.સ્ટેન્ડ પર મુસાફરો (passengers at the ST stand) માટે અનેક વ્યવસ્થા કરવામા આવી હતી. આ ઉપરાંત ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 50થી 60 ટકા મુસાફરોનો ઘસારો વધ્યો છે, ત્યારે આ વર્ષે એસ.ટી. નિગમને બમણી આવક થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એક્સ્ટ્રા બસો મુકવામાં આવી તે પણ ઓછી પડી રહી છે, ત્યારે હાલમાં તો બધા મુસાફરોને ટીકીટ મળી રહે અને કોઈ પણ મુસાફર પાછા ન જય તે માટે એસ.ટી નિગમ વ્યવસ્થા કરી રહ્યું છે. ત્યારે મુસાફરોને તમામ સુવિધા એસ.ટી.સ્ટેન્ડ પર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 24 કલાક પછી પણ ખાત્રજમાં 5 શ્રમિકોના મોતનું કારણ અકબંધ
આ પણ વાંચો: door to door vaccine: દિવાળીની રજા બાદ વેક્સિનેશનની કાર્યવાહી પુન: શરૂ