ETV Bharat / city

હનીટ્રેપ: અમદાવાદમાં 61 વર્ષના વૃદ્ધને હોટલમાં લઈ ગયેલી મહીલાએ 13 લાખની કરી માંગણી

61 વર્ષીય વૃદ્ધનો એક મહિલાએ સંપર્ક કરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાનું કહી નોકરી શોધી આપવાનું કહી મુલાકાત કરી હતી. બાદમાં બર્થડે પર હોટલમાં જવાનું કહી વૃદ્ધને હોટલમાં લઈ જઈ આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધના કપડા ઉતરાવી નાખ્યા હતા. ત્યારે સમગ્ર મામલો પોલીસ પાસે જતાં હનીટ્રેપની ધટના સામે આવી હતી.

હનીટ્રેપ
હનીટ્રેપ
author img

By

Published : Mar 30, 2021, 6:29 PM IST

  • અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો
  • 61 વર્ષીય વૃદ્ધાને ફસાવી 13 લાખની માંગણી કરી
  • સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો

અમદાવાદ: અમદાવાદમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે રહે છે. દસેક દિવસ પહેલા તેમને એક ફોન આવ્યો હતો, જેમાં "મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે" તેવું એક મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. વૃદ્ધએ કઠવાડા GIDCમાં નોકરી મળશે તેવું કહેતા યુવતીએ તે સ્થળ દૂર પડશે તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ અન્ય નોકરીના બહાને વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વૃદ્ધને ધણી વાર બહાર બોલાવવાનો પ્રયાસ કર્યો હતો.

બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટેલમાં બોલાવ્યો

બાદમાં વૃદ્ધ તેમને ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા, પણ ત્યાં પણ તેને નોકરી મળી ન હતી. ત્યારબાદ વૃદ્ધે મહિલાને 100 રૂપિયા પણ આપ્યા હતા. બાદમાં મહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતા વૃદ્ધએ પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું કહ્યું હતું. જો કે, મહિલાએ તેની પણ ના પાડી હતી. બાદમાં બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને લઈ ગઈ હતી. હોટલમાં 600 રૂપિયા આપી રૂમ નંબર 503માં વૃદ્ધ ગયા હતા અને આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતા વૃદ્ધએ બે હજાર આપ્યા હતા.

આ પણ વાંચો:મહેસાણાનો ટ્રાન્સપોર્ટર હનીટ્રેપમાં ફસાયો, સમયસૂચકતાથી મળ્યો છુટકારો

વૃદ્ધ પાસે કરી હતી 13 લાખની માગ

હોટેલમાં મહિલાએ અશ્લિલ હરકતો શરૂ કરી હતી અને મહિલાએ વૃદ્ધને વચ્ચેથી અટકાવી દીધા હતા. તેટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા રિસેપ્શન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. બાદમાં મહિલાના ભાઈ વૃદ્ધને અન્ય વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની પાસે 13 લાખની માગ કરી વૃદ્ધને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો:યુવકને હનીટ્રેપમાં ફસાવવા માંગતી યુવતીની કરાઇ ધરપકડ

પોલીસે ફરિયાદ નોંધી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યા હતો

જ્યારે વૃદ્ધે દસ લાખમાં મામલો પતાવી દેવાનું કહ્યું હતું. આ દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે દુષ્કર્મની ફરિયાદ હોવાનું જણાવ્યું હતું. પણ ફરિયાદ કરનાર અમિષા હતી અને તે જ આશા બની આ વૃદ્ધને ફસાવી રહી હોવાનું સામે આવતા વૃદ્ધએ પોલીસને રજુઆત કરતા હનીટ્રેપનો કિસ્સો સામે આવતા બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.