ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19થી 21 જૂન વચ્ચે ગુજરાત આવે તેવી શક્યતા - ગુજરાત આવે તેવી શક્યતા

આગામી 19થી 21 જૂન વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવે તેવી શક્યતા છે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19થી 21 જૂન વચ્ચે ગુજરાત આવે તેવી શક્યતા

author img

By

Published : Jun 17, 2021, 9:17 PM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન 19થી 21 જૂન વચ્ચે આવશે ગુજરાત
  • ગાંધીનગર લોકસભાક્ષેત્રમાં વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
  • અમદાવાદ અને ગાંધીનગરમાં બ્રિજનું લોકાર્પણ કરશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19થી 21 જૂન વચ્ચે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. અમદાવાદ અને ગાંધીનગરમાં બનેલા જુદા-જુદા બ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે. 4 વિધાનસભા મતક્ષેત્રમાં અર્બન ફોરેસ્ટ માટે વૃક્ષારોપણ કરશે.

આમ આદમી પાર્ટી ભાજપ સમક્ષ મોટો પડકાર

ઉલ્લેખનીય છે કે અમિત શાહ સતત પોતાના લોકસભા ક્ષેત્રના સંપર્કમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા રહે છે. તે નિયમિત રીતે ગુજરાતની મુલાકાત પણ લેતા રહે છે. જો કે, આ વખતે ગુજરાતની રાજનીતિ (Politics Of Gujarat) માં 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા મોટો ફેરફાર જોવા મળી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે. તો આગામી ચૂંટણીમાં ભાજપ સમક્ષ મોટો પડકાર ઊભો કરી શકે છે. ભાજપે તાજેતરમાં જ પોતાના તમામ ધારાસભ્યો સહિત પ્રધાન મંડળની બેઠક બોલાવી હતી.

રથયાત્રા પહેલા અમિતશાહની સૂચક મુલાકાત

આ વર્ષે રથયાત્રા યોજવી કે નહીં તેને લઈને પણ અસમંજસ ભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોના કાળમાં ગુજરાત સરકારની ત્રીજી લહેરને અટકાવવા તૈયારીઓને લઈને પણ તેઓ સમીક્ષા કરે તેવી શક્યતા છે. આમ અનેક મુદ્દાઓને વણી લેવા અમિત શાહ રાજ્યમાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.