- સુપ્રીમ કોર્ટે 2012માં પશુ-પંખીઓના કતલખાનાને લઈ મહત્વના સૂચનો આપ્યા હતાં
- RTI માં મળેલા કેટલાક જવાબોની કોપી પણ હાઇકોર્ટ સમક્ષ મૂકી
- કતલખાના બાબતે હવે 22 ડિસેમ્બરે યોજાશે સુનાવણી
અમદાવાદ: સુપ્રીમ કોર્ટે(Supreme Court) અગાઉ 2012માં પશુ-પંખીઓના કતલખાનાને લઈ મહત્વના સૂચનો(Important tips for slaughterhouses) આપતા જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના વિસ્તારમાં મિનિસ્ટ્રી ઓફ એનવાયરોમેંન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે(Ministry of Environment and Forest Department) નક્કી કરેલા આયોજન મુજબ સ્ટેટ લેવલ કમિટીની નિમણુંક કરવી. તેમજ આ સાથે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(Central Pollution Control Board) પણ એવી માર્ગદર્શિકા ઘડશે જેમાં કાયદાઓનું પાલન ન કરનારા કતલખાનાઓ સામે એક્શન(Action against slaughterhouses) લઇ શકાય. આ સાથે સુપ્રીમ કોર્ટે કરેલા નિર્દેશમાં ઘણા વિભાગોની જવાબદારી પણ નક્કી થાય છે. જો કે અરજદારે કોર્ટમાં રજુઆત કરી હતી કે આજદિન સુધી આ નિર્દેશોનું યોગ્ય રીતે પાલન થયું નથી.
હાઇકોર્ટે નોટિસ પાઠવી જવાબ માંગ્યો
દરેક સ્થળના કતલખાનાઓમાં નીતિ નિયમોનું પાલન થાય છે કે કેમ તેની દેખરેખ માટે રચાયેલી સ્ટેટ લેવલ કમિટી યોગ્ય રીતે કામ ન કરતી હોવા અંગે અરજદારે રજુઆત કરી હતી. આ સાથે તેમણે RTI માં મળેલા કેટલાક જવાબોની કોપી પણ હાઇકોર્ટ સમક્ષ મૂકી હતી. એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજ દિન સુધી કમિટીએ એક પણ ગેરકાયદે કતલખાનું બંધ નથી કરાવ્યું અને કોર્ટે આ સામે તમામને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.
આ પણ વાંચો : Gold prices rose: સુરતમાં લાઈટ વેટ અને દેખાવવામાં આકર્ષક ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ વધી
આ પણ વાંચો : કનસુમરા સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થતા ઓરડા ખૂટી પડ્યાં: બાળકોને લોબીમાં બેસાડવાની નોબત