- 6 જિલ્લામાંથી 2 વર્ષ માટે કરાયા હતા તડીપાર
- સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો હતો આદેશ
- તડીપાર કરવા પાછળના કારણો 22 જૂને રજૂ કરવા આદેશ
અમદાવાદ : સ્વામિનારાયણના બે સ્વામી એસ.પી.સ્વામી અને સ્વામી વલ્લભદાસજીને તડીપાર કરવા સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. કેટલાક સમય પહેલા તેમના ઉપર નોંધાયેલા ગુના બદલ નાયબ કલેક્ટરે ગઢડા SPના લેટર મુજબ બન્ને સ્વામી ઉપર 2 વર્ષ સુધી 6 જિલ્લામાં તડીપાર કર્યા હતા.
આ પણ વાંચો : સુશાંતના જીવન પર બનતી ફિલ્મ મામલે દિલ્હી હાઇકોર્ટે યાચિકાએ કરી રદ્દ, સુપ્રિમ કોર્ટે જશે પિતા
DYSP, નાયબ કલેક્ટર, ગઢડા PSIને હાજર રહેવા કર્યો હુકમ
મહત્વનું છે કે, અગાઉ એપ્રિલ 2021માં બોટાદના નાયબ કલેક્ટરે ગઢડા SPના કહેવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્યપ્રકાશ સ્વામી અને કોઠારી ઘનશ્યામ વલ્લભદાસજી સામે છ જિલ્લામાં તડીપાર કર્યા હતા. આ જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જોકે આજે મંગળવારે કોર્ટે આની સામે સ્ટે આપ્યો હતો.
આ પણ વાંચો : Gujarat High Court News - બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન સામે જંત્રીના ભાવે નક્કી કરાયેલા વળતર સામે કરાઈ અરજી
ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી જવું પડે તો એ આપણા સમાજ માટે ખુબ જ ગંભીર વિષય : સ્વામી સત્ય પ્રકાશ
ETV Bharat સાથે સ્વામી સત્ય પ્રકાશે જણાવ્યું હતું કે, જો ધાર્મિક સેવામાં જોડાયેલા સાધુ- સંતોને આવી રીતે તડીપાર કરવામાં આવે અને તેમણે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી જવું પડે તો એ આપણા સમાજ માટે ખુબ જ ગંભીર વિષય છે.